
જમીન રેકોર્ડ જોવા માટે | 7 12 8અ ના ઉતારાની સંપૂર્ણ માહિતી માટે ગુજરાત સરકારે જમીનના રેકોર્ડ જોવા માટે ઓનલાઈન પોર્ટલ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને 7/12/8ની વિગતોને ઓનલાઈન એક્સેસ કરવાની અને તેની પ્રિન્ટ આઉટ કરવાની મંજૂરી આપે છે. આ પોર્ટલ દ્વારા, ખેડૂતોને લગતા રેકોર્ડ અને નકશા, નોંધો, ડેટા સહિત અન્ય જમીનની માહિતી સરળતાથી જોઈ શકીએ છીએ.
Table of Contents
જમીન રેકોર્ડ જોવા માટે: Anyror Rural Land Record
ઉતારાનો રેકોર્ડ જોવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરો.
- પ્રથમ તમે Anyror પોર્ટલ પર જાઓ.
- ત્યાર બાદ VIEW LAND RECORD – RURAL (ગ્રામ્ય જમીનનો રેકર્ડ)

- હવે તમે ઉપર દર્શાવેલ વિકલ્પ જોશો.
e-CHAVDI(ઈ-ચાવડી)
- e-CHAVDI(ઈ-ચાવડી): તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ, વર્ષ અને મહિનાના વિકલ્પો પસંદ કરવા પડશે. આ તમને તમારા ગામ માટે નવા બોજા, જેમ કે વરસાઈ અથવા KCC ના નવા પડેલા બોજા જોવા મળશે.
KNOW CLOSED SURVEY NO DETAIL (બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબરની વિગતો)
- આ વિકલ્પમાં તમને તમારા રેવન્યુ વિલેજમાં બીનખેતી હુકમથી બંધ થયેલ સરવે નંબર જોવા મળશે. અને તેમાં તમને નોંધ નંબર, નોંધની તારીખ, ફેરફારનો પ્રકાર, કારણ, બંધ કરવાનો નોટિસ નંબર અને તારીખ. મ્યુટેશનનો પ્રકાર (જેમ કે માલિકી ટ્રાન્સફર, વારસો). બંધ કરવાનું કારણ (જેમ કે જમીનનો ઉપયોગ બદલાવ, કાનૂની વિવાદ).બંધ કરવા માટે ઇન્સ્પેક્ટિંગ ઓફિસરની વિગતો જોવા મળશે.
OLD SCANNED VF-7/12 DETAILS(જુના સરવે નંબર ૭/૧૨ ની વિગતો)
- ઉપરના વિકલ્પમાં તમારા ગામના જૂના સરવે નંબરના થયેલા ફેરફાર ૧૯૫૦ થી ૨૦૦૫ ની આસપાસના ૭/૧૨ ની માહિતી જોવા મળશે.
OLD SCANNED VF-6 ENTRY DETAILS (જૂના સ્કેન કરેલ હક્ક પત્રક .૬ ની વિગતો)
- આ વિકલ્પમાં તમને તમારા જુના હક પત્રક જેવા કે જૂની વારસાઈ , KCC કે અન્ય જમીન વેચાણ બોજા જોવા મળશે.
જમીન સર્વે નંબર જોવા માટે (VF-7 SURVEY NO DETAILS)
આ વિકલ્પમાં તમે હાલના નવા સરવે નંબર આધારિત માહિતી જોવા મળશે. જેમાં તમને જમીન સર્વે નંબર , જમીન સર્વે નંબર નકશો જોવા માટે,UPIN (Unique Property Identification Number), જુનો સરવે નંબર,જુના સરવે નંબર ને લગત નોંધ નંબરો, જુના સરવે નંબર ને લગત બીજા હકો અને બોજા ના નોંધ નંબરો, કુલ ક્ષેત્રફળ, જમીનનો ઉપયોગ, ખેતરનું નામ, ખાતેદારની વિગતો, બોજા અને બીજા હક્ક ની વિગતો જોવા મળશે.
VF-8A KHATA DETAILS (ગા.ન. ૮અ જમીન ખાતા નંબર વિગતો)
- આ વિકલ્પમાં તમારે ઉપર જણાવેલ સરવે નંબરની જગ્યાએ ખાતા નંબર નાખવાનો રહશે. જેમાં તમને છેલ્લા બદલાવની તારીખ , જમીનની વિગતોમાં જેવી કે કુલ સરવે નંબર, ક્ષેત્રફળ, આકાર, જમીનનો ઉપયોગ, ખાતેદારનું નામ જેવી માહિતી જોવા મળશે.
VF-6 ENTRY DETAILS (હક્ક પત્રક ગા.ન. ૬ ની વિગતો)
- આ વિકલ્પમાં તમારે ઉપર જણાવેલ સરવે નંબરની જગ્યાએ નોધ નંબર નાખવાનો રહશે જે તમને કાચી નોધમાં કે સરવે નંબર માં જોવા મળશે. તમે કરેલી અરજી જેવી કે વારસાઈ, KCC અન્ય નોધોની વિગતો ફેરફારનો પ્રકાર, નોંધની સ્થિતિ, અરજી નંબર, અરજદારનું નામ, અરજી તારીખ, નોંધ તારીખ, છેલ્લી નોટીસ બજાવ્યા તારીખ, નોંધના નિર્ણયની તારીખ, નોંધની અસર આપ્યા તારીખ, ફેરફારને સંબંધિત સરવે નંબર , તપાસણી કરનાર અધિકારી જેવી માહિતી જોવા મળશે.
135-D NOTICE FOR MUTATION ( હક્ક પત્રક ફેરફાર માટે ૧૩૫-ડી નોટીસ ):
- આ વિકલ્પમાં તમારે કાચી નોધ નંબર આપવાનો રહશે. આમાં તમે કરેલી ઓનલાઈન અરજીની મામલતદાર કચેરીથી ચૂટેલા અધિકારી નોટીસ આપવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે . “જણાવેલ જમીનના હક્ક અંગેની ફેરફાર નોંધ મજકુર ગામના ગા.નં. ૬ માં કરવામાં આવેલ છે. આ ફેરફાર બાબતમાં કોઇપણ હક્કદાર/ વ્યકિતને પોતાના હક્ક પૂરતો જ વાંધો અથવા તકરાર હોય તો નોટીસ મળ્યાની તારીખથી ૩૦ દિવસની મુદતમાં નીચે સહી કરનારને પુરાવા સાથે લેખીત રજુઆત કરવી. તેમ નહી કરવામાં આવે તો મુદત વીતે કરવામાં આવનાર ફેરફારને બહાલી આપવામાં આવશે. જેમાં કોઇપણ વ્યકિતની રેવન્યુ રાહે તકરાર ચાલશે નહિ જેની નોંધ લેશોજી.” આમાં કોઈ નો વાંધો હોય તો ૩૦ દિવસની અંદર વાંધા અરજી ને 7 12 8અ ના ઉતારામાં ફેરફાર કરી શકે છે.
NEW SURVEY NO FROM OLD FOR PROMULGATED VILLAGE (પ્રમોલગેશન થયેલ ગામ માટે જુના સરવે નંબર પરથી નવો સરવે નંબર)
- આ વિકલ્પમાં તમે જુના સરવે નંબર પર થી હાલનો નવો સરવે નંબર જોવા મળશે.
ENTRY LIST BY MONTH-YEAR (વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત):
- આ વિકલ્પમાં તમે વર્ષ અને મહિનાના દરમિયાન પડેલી નોધ જોઈ શકશો.
INTEGRATED SURVEY NO DETAILS (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
- 7 12 8અ ના ઉતારા પછી આ મહત્વનો વિકલ્પ છે જેમાં તમે કરેલા સરવે નંબર પ્રમાણે સુધારાની પૂર્ણ રેકોર્ડ જોવા મળશે. આમાં UPIN (Unique Property Identification Number),જુનો સરવે, ,જમીનની વિગતો, ખાતેદારની વિગતો, બોજા અને બીજા હક્ક ની વિગતો, ગણોતિયાની વિગતો, પાક ની વિગતો, જંત્રીની વિગતો, સબ-રજીસ્ટ્રાર દસ્તાવેજની વિગતો, રેવેન્યુ કેસની વિગતો, હાઈકોર્ટ અને સિવિલ કોર્ટ કેસની વિગતો, પંચાયતના વેરાની વિગતો, વીજ બીલની વિગતો, પાણી બીલની વિગતો બધીજ માહિતી આ વિકલ્પ દ્ધારા જાણી સકશો.
REVENUE CASE DETAILS (જમીન રેકર્ડ ને લગતા કેસની વિગત):
- આ વિકલ્પમાં તમે રેવેન્યુ કેસની વિગતો, હાઈકોર્ટ અને સિવિલ કોર્ટ કેસની વિગતો જાણી શકશે.
KNOW KHATA BY OWNER NAME (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા):
- આ એક મહત્વનો વિકલ્પ છે જે લોકો પોતાના 7 12 8અ ના ઉતારા ના નંબર જાણતા નથી તેઓ પોતાનું નામ પરથી જમીન ખાતા નંબર કે સરવે શોધી શકે છે. ઉદાહરણ તરીકે ” મહેશ , જો નામ દ્ધારા નઈ મળે તો અટક પછી ૫ વાર જગ્યા છોડવી. ”
KNOW SURVEY NO DETAIL BY UPIN (UPIN પરથી સરવે નંબરની વિગત જાણવા):
- જમીન સર્વે નંબર જોવા માટે તમે UPIN (Unique Property Identification Number) થી જોઈ શકશે.
જમીન રેકોર્ડ જોવા માટે તમને આટલા વિકલ્પો જોવા મળશે. જેના થી તમે 7 12 8અ ના ઉતારા ની વિગતોને ઓનલાઈન એક્સેસ કરી શકશે
7/12 ની નકલ online Print Gujarat:

- પ્રથમ, Google પર Anyror માટે શોધ કરો.
- તે પછી, દેખાતી પ્રથમ વેબસાઇટ પર ક્લિક કરો.
- હવે તમે વેબસાઈટમાં પ્રવેશ કરો. ત્યાર બાદ તમે હોમ પેજ જોવા મળશે
- એકવાર તમે વેબસાઇટ પર આવો, પછી તમને હોમપેજ જોવા મળશે.
- હવે તમે DIGITALLY SIGNED ROR/ ડિજિટલી સાઈન્ડ ગામ નમૂના નંબર પર ક્લિક કરો.

- હવે તમે iora.gujarat.gov.in ની વેબસાઇટ પર સીધા લોગીન પેજ પર લઇ જશે.
- ત્યાર બાદ તમે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા નાખી લોગીન કરો.
- હવે તમને OTP થી લોગીન થાઓ.
- ત્યાર બાદ તમે નીચેની ઈમેજમાં દર્શાવેલ વિકલ્પ જોવા મળશે.

- હવે તમે ગામ નમૂના નં. ૭ , ગામ નમૂના નં. ૧૨ , ગામ નમૂના નં. ૮-અ, ગામ નમૂના નં. ૬, જુના ગામ નમૂના નં. ૬ ની વિકલ્પ જોવા મળશે. જમીન સર્વે નંબર નકશો જોવા માટે (7 12 8અ ના ઉતારા)
- તમે તમારી જરૂરિયાત મુજબ કોઈ એક વિકલ્પ પસંદ કરો
- કોઈ એક વિકલ્પ પસંદ કાર્ય બાદ તમે જીલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ, (સરવે નંબર, ખાતા નંબર, નોંધ નંબર,) વિકલ્પ પસંદ કાર્ય બાદ Add Village Form પર ક્લિક કરો.
- ત્યાર બાદ તમે Procced For Payment ત્યાર બાદ તમે UPI થકી ૫ રૂ નું પેમેન્ટ કરો.
- પેમેન્ટ થઇ ગયા બાદ નીચેની જમણી બાજુના લાલ કલરના Generate RoR પર ક્લિક કરો.
- હવે થોડીક રાહ જોવો જ્યાં સુધી લાલ કલરના Generate RoR બટન ગ્રીન કલર નું થાય ત્યાં સુધી.
- હવે તમે Download RoR પર ક્લિક કરી 7/12 ની નકલ online Print કે Download કરી શકશો.
નોંધ: એકવાર જનરેટ થઈ ગયા પછી, 24 કલાકની અંદર તમારા લૉગિનમાં ડિજિટલ ગામનો નમૂનો નંબર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે.
જમીન રેકોર્ડ જોવા માટે કે 7 12 8અ ના ઉતારાની માહિતી આપને આ આર્ટીકલમાં જોયું. આશા રાખું છું કે તમને અમારી માહિતી ગમી હશે . આવી માહિતી જાણવા માટે અમને મેરા ખેડૂત ને ફોલ્લોવ કરો.
Q.1.જમીન મહેસૂલના ગામ ફોર્મ નંબર ૮ અ માં શું સમાવિષ્ટ છે?
-> ૮ અ માં જિલ્લો, તાલુકો, ગામ, કુલ સરવે નંબર, ક્ષેત્રફળ , આકાર , જમીનનો ઉપયોગ(ખેતીલાયક/ બિનખેતી લાયક), ખાતેદારનું નામ , છેલ્લે કરેલ સુધારાની સ્થિતિ અને તારીખ સામેલ હોય છે.
Q.2. ૭ ૧૨ એટલે શું?
-> ૭ ૧૨ એટલે આ એક પ્રકારનો જમીન દસ્તાવેજ છે. 7 માં જેતે સ્થળની જમીન વિષે માહિતી આપે છે .( નકશો, સર્વે નંબર , ,UPIN (Unique Property Identification Number), જુનો સરવે નંબર, જુના સરવે નંબર ને લગત બીજા હકો અને બોજા ના નોંધ નંબરો, કુલ ક્ષેત્રફળ, જમીનનો ઉપયોગ, ખેતરનું નામ, ખાતેદારની વિગતો, વિગતો જોવા મળશે.)
12 માં ફક્ત સરવે નંબર , ખાતેદારની ડેટા , પાકની ડેટા એટલે કે પાણી પત્રક જોવા જોઈ શકો છો.
2 thoughts on “જમીન રેકોર્ડ જોવા માટે | 7 12 8અ ના ઉતારાની માહિતી”