જમીન સર્વે નંબર જોવા માટેની ટ્રિક 2025

જમીન સર્વે નંબર જોવા માટે જમીન એ ખેડૂતની ઓળખ અને આજીવિકાનો આધાર છે. પરંતુ, ઘણા ખેડૂત ભાઈઓને તેમની જમીનનો સર્વે નંબર (Survey Number) નથી ખબર હોતી, જેના કારણે જમીનના દસ્તાવેજ, લીઝ, અથવા ગેરકાયદેસર કબજા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. જમીન સર્વે નંબર જોવા માટે ની પ્રક્રિયા સમજવી એ દરેક ખેડૂત માટે અનિવાર્ય છે. આ બ્લોગમાં, અમે તમને સર્વે નંબર ચેક કરવાની ઓનલાઇન-ઑફલાઇન પદ્ધતિઓ, તેની ઉપયોગિતા અને મારા વ્યક્તિગત અનુભવ સાથે સરળ રીતે સમજાવીશું.

જમીન સર્વે નંબર જોવા માટે
જમીન સર્વે નંબર જોવા માટે

જમીન સર્વે નંબર શું છે? (What is a Land Survey Number?)

સર્વે નંબર એ જમીનનો એક અનોખો આઇડેન્ટિફિકેશન કોડ છે, જે સરકાર દ્વારા જમીનના રેકોર્ડને વ્યવસ્થિત કરવા માટે આપવામાં આવે છે. દરેક ગામ અને તાલુકાની જમીનને વિભાજિત કરી બ્લોક, ખેતર, અને પ્લોટ નંબરમાં વિભાગવામાં આવે છે. સર્વે નંબર આધારિત સિસ્ટમ દ્વારા જમીનની માલિકી, વિસ્તાર, અને સીમાચિહ્નો સ્પષ્ટ થાય છે.

સર્વે નંબરમાં કઈ માહિતી મળે છે?

  • જીલ્લો,તાલુકો,ગામ અને સરવે/ બ્લોક નંબર
  • UPIN (Unique Property Identification Number)
  • કાચી નોધ નંબર
  • જુનો સરવે નંબર
  • જમીનનું ક્ષેત્રફળ (હે.આરે.ચોમી)
  • ખેતરનું નામ(Name of farm)
  • કુલ આકાર
  • જમીનનો ઉપયોગ= ખેતીલાયક/ બિનખેતી
  • ખેતર નો નકશો (૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જોવા માટે)
  • ખાતેદારની બધા નામ
  • આજ સુધી ના નોંધ નંબરો
  • જમીનનો ખાતા નંબર

જમીન સર્વે નંબર જોવા માટેની ઓનલાઇન પદ્ધતિઓ (Online Methods)

પ્રથમ તમે https://anyror.gujarat.gov.in/ વેબસાઇટ પર જાઓ.

હોમ પેજ માં View Land Record ના ઓપ્શન પર ક્લિક કરો

ત્યારબાદ લિસ્ટમાંથી VF-7 SURVEY NO DETAILS (ગા.ન. ૭ ની વિગતો) પર ક્લિક કરો.

જીલ્લો,તાલુકો,ગામ , સરવે નંબર અને કેપ્ચા કોડ નાખીને Get Record Detail પર ક્લિક કરો.

હવે તમે નીચે પ્રમાણેની માહિતી જોઈ શકશો.

આ માહિતી ફક્ત જોવા માટે જ છે આની પ્રિન્ટ માન્ય ગણાશે નહીં.

૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જોવા માટે
૭ ૧૨ જમીન સર્વે નંબર નકશો જોવા માટે

જમીન સર્વે નંબર ની પ્રિન્ટ આ રીતે કાઢો

https://iora.gujarat.gov.in/ આ વેબ સાઇટ પર જાઓ

DIGITALLY SIGNED ROR પર ક્લિક કરો.

હવે મોબાઈલ નંબર નાખી ને લૉગિન કરો.

  • લૉગિન થઈ ગયા બાદ
    • કોઇ એક વિકલ્પ પસંદ કરો -> ગામ નમૂના નં. ૭ વિકલ્પ પસંદ કરો
    • જીલ્લો,તાલુકો,તમારું ગામ , સરવે નંબર દાખલ કરીને Add Village Form ના વિકલ્પ પર ક્લિક કરો
    • જમીનના રેકોર્ડની દરેક પ્રિન્ટ માટે 5 રૂપિયાનો ચાર્જ થતો હોય છે. જે UPI, DEBIT CARD, NET BANKING etc. દ્વારા ચૂકવી શકશો.
    • હવે તમે Procced For Payment ના વિકલ્પ પર ક્લિક કરી 5 રૂપિયાનો ચાર્જ ચૂકવો.
    • પેમેન્ટ થઇ ગયા બાદ નીચેની જમણી બાજુના લાલ કલરના Generate RoR પર ક્લિક કરો.
    • હવે થોડીક રાહ જોવો જ્યાં સુધી લાલ કલરના Generate RoR બટન લીલા કલર નું થાય ત્યાં સુધી.
    • ત્યાર બાદ તમે Download RoR પર ક્લિક કરી 7ની નકલ online Print કે Download કરી શકશો.
    • આ સર્વે નંબર 7ની પ્રિન્ટ 24 કલાક સુધી જનરેટ રહેશે.

જમીન સર્વે નંબર જોવા માટે કે ઉતારા જોવા માટે આ સિમ્પલ રીતે અપનાવો.

જો 7 12 જમીન સર્વે નંબર જોવા માટે ઓનલાઈન જોવા ના મળે તો નજીકની પંચાયત કે મામલતદાર કચેરીનો સંપર્ક કરો.

જમીન સર્વે નંબર એ ખેડૂતની કાયદેસર અને આર્થિક સલામતીનો આધાર છે. ઓનલાઇન પોર્ટલ્સ જેવી કે AnyRoR અને Iora.gujarat ની મદદથી તમે આ માહિતી સરળતાથી મેળવી શકો છો. જો કોઈ સમસ્યા આવે, તો ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી સંપર્ક કરો.

Leave a Comment