ગુજરાત સરકારે 2025-26ના સીઝન માટે મકાઇ, બાજરી, જુવાર (હાઇબ્રિડ અને માલદંડી), અને રાગીના ટેકના ભાવ (MSP) સાથે ₹300 પ્રતિ ક્વિન્ટલનો વધારાનો બોનસ જાહેર કર્યો છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની આશા છે.

મકાઈ, બાજરી, જુવાર અને રાગીના માટે ટેકાનો ભાવ 2025-26 (Minimum Support Price)
પાક | મુખ્ય ભાવ (₹/ક્વિન્ટલ) | બોનસ (₹/ક્વિન્ટલ) | કુલ ભાવ (₹/ક્વિન્ટલ) |
---|---|---|---|
મકાઇ | ₹2225 | ₹300 | ₹2525 |
બાજરી | ₹2625 | ₹300 | ₹2925 |
જુવાર (હાઇબ્રિડ) | ₹3371 | ₹300 | ₹3671 |
જુવાર (માલદંડી) | ₹3421 | ₹300 | ₹3721 |
રાગી | ₹4290 | ₹300 | ₹4590 |
મકાઈનો ટેકાના ભાવ 2025
મકાઇ: ₹2225/ક્વિન્ટલ
બાજરીનો ટેકાના ભાવ 2025
બાજરી: ₹2625/ક્વિન્ટલ
જુવાર નો ટેકાના ભાવ 2025
- જુવાર (હાઇબ્રિડ): ₹3371/ક્વિન્ટલ
- જુવાર (માલદંડી): ₹3421/ક્વિન્ટલ
રાગીનો ટેકાના ભાવ 2025
રાગી: ₹4290/ક્વિન્ટલ
ટેકાના ભાવ 2025ની મહત્વપૂર્ણ તારીખો
- નોધણી સમય: 1 એપ્રિલ 2025 થી 30 એપ્રિલ 2025
- ખરીદી સમયગાળો: 1 મે 2025 થી 15 જુલાઇ 2025
ટેકાના ભાવ 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
ખેડૂતોએ MSP યોજનાનો લાભ લેવા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા પડશે:
- આધાર કાર્ડ
- 7/12 અથવા 8-A નકલ
- પાકનો દાખલો (ખેતરની વિગતો)
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક બુક
ટેકાના ભાવ નોંધણી
નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે V.C.E મારફતે
Official website https://fpp.gujarat.gov.in/
હેલ્પલાઈન નંબર 8511171718 , 8511171719
સરકારનો ₹300 પ્રતિ ક્વિન્ટલનો બોનસ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેડૂત 50 ક્વિન્ટલ રાગી વેચે, તો તેને ₹2,14,500 (MSP) + ₹15,000 (બોનસ) મળશે, જે સીધો આર્થિક ફાયદો છે.
આ યોજના ખેડૂતોને ગુણવત્તાપૂર્ણ બિયારણ અને સ્થિર ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કરશે. ખાસ કરીને રાગી અને જુવાર જેવા પોષક ધાન્યોના ઉત્પાદનને વેગ મળશે, જે રાજ્યમાં પોષણ સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે.