7/12 utara search by name ગુજરાતમાં જમીનના વ્યવહારો માટે 7/12 રેકોર્ડ અત્યંત મહત્વનો દસ્તાવેજ છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, ખેતી અને જમીનના વિસ્તાર વિશે વિગતવાર માહિતી હોય છે. મિલકત ખરીદી, વેચાણ અને લોન સંબંધિત વ્યવહારોમાં આ દસ્તાવેજનો સાચો ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ લેખમાં, અમે નામ દ્વારા 7/12 રેકોર્ડ શોધવાની એક અનન્ય અને અસરકારક પદ્ધતિ વિશે ચર્ચા કરીશું.
Table of Contents
7/12 utara search by name steps (7/12 ઉતારા નામથી શોધવાની રીત)
How to search land record by name->Step 1: Google માં AnyRoR શોધો
તમારા મોબાઈલ કે લેપટોપ પર Google Chrome, Mozilla Firefox અથવા અન્ય કોઈપણ બ્રાઉઝર ખોલો.
“Anyror Gujarat” અથવા “Anyror 7/12 Gujarat” લખીને શોધ કરો.
Step 2: સત્તાવાર વેબસાઈટ ખોલો
Google શોધ પરિણામમાં સૌથી પહેલા આવતી વેબસાઈટ (https://anyror.gujarat.gov.in) પર ક્લિક કરો.
આ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ છે, જે જમીન રેકોર્ડ (Land Record) જોવા માટે વિશ્વસનીય અને સુરક્ષિત છે.
Step 3: VIEW LAND RECORD – RURAL વિકલ્પ પસંદ કરો
વેબસાઈટના હોમપેજ પર વિવિધ વિકલ્પો દેખાશે.
VIEW LAND RECORD – RURAL (ગ્રામ્ય જમીનનો રેકોર્ડ) વિકલ્પ પર ક્લિક કરો.
જો તમે શહેરી જમીન માટે શોધી રહ્યા છો, તો VIEW LAND RECORD – URBAN વિકલ્પ પસંદ કરો.
Step 4: KNOW KHATA BY OWNER NAME વિકલ્પ પસંદ કરો
એક નવું પેજ ખુલશે જેમાં અનેક વિકલ્પો હશે.
તેમાંથી નીચેથી ૩ નંબરનો વિકલ્પ “KNOW KHATA BY OWNER NAME (ખાતેદારના નામ પરથી ખાતું જાણવા)” પર ક્લિક કરો.
Step 5: જરૂરી માહિતી દાખલ કરો
હવે તમારે નીચેની માહિતી દાખલ કરવી પડશે:
- District (જિલ્લો) – તમારું જિલ્લું પસંદ કરો
- Taluka (તાલુકો) – તમારું તાલુકું પસંદ કરો
- Village (ગામ) – તમારું ગામ પસંદ કરો
- Owner Name (ખાતેદારનું નામ) – ખાતેદારનું પૂરું નામ લખો
કેપ્ચા કોડ નાખી સબમિટ કર્યા બાદ તમે તમારી જમીન ની વિગતો online 7/12 search by name gujarat થી જોઈ શકશો.
- ટિપ: 1.ખાતેદારનું નામ લખતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે ગુજરાતી ભાષામાં દસ્તાવેજ મુજબ જ લખાયેલું હોય.
- 2. જો તમારા નામના અન્ય વ્યક્તિ હોય તો તમે પ્રથમ તમારી અટક લખી ૩-૪ વાર સ્પેસ છોડો. દાખલા તરીકે “પટેલ ,” “રાઠોડ ” મીનીમમ 5 શબ્દો લખો. 7/12 ઉતારા નામથી કેવી રીતે શોધવું આ રીતે તમે તમારા નામ અથવા અટકના દરેક વ્યક્તિના ખાતા નંબર , સરવે નંબર જોઈ શકશો.
Q.1. how can i search 7/12 by name gujarat?
Go To AnyRoR – View Land Record – Select KNOW KHATA BY OWNER NAME – add details – submit