આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું 2025 | How To Make Ayushman Card In Gujarat

આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY) ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો છે. આ લેખમાં, આપણે આયુષ્માન કાર્ડના ફાયદા, બનાવવાની પ્રક્રિયા, આવક મર્યાદા, જરૂરી દસ્તાવેજો અને અન્ય સંબંધિત માહિતી પર ચર્ચા કરીશું.

ઓનલાઇન એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?

  • સૌપ્રથમ, સત્તાવાર પોર્ટલ https://beneficiary.nha.gov.in પર મુલાકાત લો.
  • આયુષ્માન કાર્ડ એપ્લિકેશન Google Play Store થી ડાઉનલોડ કરો.
  • હોમપેજ પર ‘Beneficiary‘ વિકલ્પ પસંદ કરો,
  • કેપ્ચા કોડ દાખલ કરો ,તમારો મોબાઇલ નંબર દાખલ કરી, Verify પર ક્લીક કરો.
  • ત્યાર બાદ ‘OTP‘ પસંદ કરીને ફરીથી કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

  • લોગિન કર્યા બાદ, ‘Scheme->PMJAY’, રાજ્ય, Sub Scheme->PMJAY ‘જિલ્લો’ વગેરે પસંદ કરો.
  • Search By->Family Id (રેશન કાર્ડ),કે Aadhaar Number‘ બંનેમાંથી ગમેતે એક વિકલ્પ પસંદ કરો અને તમારો આધાર નંબર કે રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો
  • Search‘ બટન પર ક્લિક કરો.

  • હવે તમારી સામે તમારા રેશન કાર્ડમાં સામેલ દરેક સભ્યનું લિસ્ટ જોવા મળશે. જેમાં જે સભ્ય નું આયુષ્માન બની ગયું હશે તેમની આગળ લીલા કલરમાં VERIFIED અને  APPROVED લખેલું જોવા મળશે.
  • જે સભ્ય નું આયુષ્માન બનાવવાનું હોય તેમના નામ સામે eKYC પર ક્લિક કરો.

  • અહીં તમારું આધાર ઓથેન્ટિકેશન થશે. જેમાં તમારે 2 OTP આપવા પડશે. તમે ફિંગર ડિવાઇસથી પણ કરી શકશો.
  • જેમાં તમારે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર OTP આવશે અને જે મોબાઈલ નંબરથી લોગિન થયા તે મોબાઈલ નંબર પર OTP આવશે.
  • બંને OTP દાખલ કર્યા બાદ તમે AUTHENTICATE પર ક્લિક કરો.
  • તમારે ઉપર આપેલ સ્ટેપ પ્રમાણે ફરીથી આધાર ઓથેન્ટિકેશન કરો.
  • પ્રથમ તમે સભ્ય નો જીવંત ફોટો પાડો.
  • ત્યાર બાદ નીચે આપેલા ફોટો પ્રમાણે તમારે મોબાઈલ નંબર , જન્મ વર્ષ, ઘરના મોટા(રેશન કાર્ડ પ્રમાણે) સભ્ય સાથેનો સબંધ , પિનકોડ , રાજ્ય , જિલ્લો , તાલુકો , ગામ પસંદ કરો.
  • જો મેચ સ્કોર 80% થી વધારે હશે તો તમારું આયુષ્માન કાર્ડ 15-20 મિનિટમાં બની જશે.
  • હવે તમે Submit પર ક્લિક કરો

આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ

  • સૌપ્રથમ, સત્તાવાર પોર્ટલ https://beneficiary.nha.gov.in પર મુલાકાત લો.
  • અથવા આયુષ્માન કાર્ડ એપ્લિકેશન Google Play Store ડાઉનલોડ કરો.
  • હોમપેજ પર ‘Beneficiary‘ વિકલ્પ પસંદ કરો,
  • કેપ્ચા કોડ દાખલ કરો ,તમારો મોબાઇલ નંબર દાખલ કરી, Verify પર ક્લીક કરો.
  • ત્યાર બાદ ‘OTP‘ પસંદ કરીને ફરીથી કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
  • લોગિન કર્યા બાદ, ‘Scheme->PMJAY’, રાજ્ય, Sub Scheme->PMJAY ‘જિલ્લો’ વગેરે પસંદ કરો.
  • Search By->Family Id કે Aadhaar Number‘ બંનેમાંથી ગમેતે એક વિકલ્પ પસંદ કરો અને તમારો આધાર નંબર કે રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો
  • Search‘ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે તમારા રેશન કાર્ડમાં સામેલ દરેક સભ્યનું લિસ્ટ જોવા મળશે. જેમાં જે સભ્ય નું આયુષ્માન બની ગયું હશે તેમની આગળ લીલા કલરમાં VERIFIED અને  APPROVED લખેલું જોવા મળશે.
  • ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો.
  • આધાર અને મોબાઈલ નંબર પર આવેલ 2 OTP દાખલ કરો.
  • કાર્ડ ડાઉનલોડ થશે.
આપેલ વિડિયો ધારા તમે આ સ્ટેપ જોઈ શકો છો Video guides

આયુષ્માન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ

દસ્તાવેજગ્રામીણ વિસ્તારોશહેરી વિસ્તારો
આધાર કાર્ડહાહા
રેશન કાર્ડહા (AAY અથવા સામાન્ય)હા (AAY અથવા સામાન્ય)
આવક પ્રમાણપત્રજો લાગુ પડે તોજો લાગુ પડે તો
જાતિ પ્રમાણપત્રજો લાગુ પડે તોજો લાગુ પડે તો
મોબાઇલ નંબરહાહા
પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળઆધાર કાર્ડન અને મોબાઈલઆધાર કાર્ડન અને મોબાઈલ

પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું

60 વર્ષ કે તેનાથી મોટી ઉમરના સભ્યને આયુષ્માન કાર્ડ બનાવવા ફક્ત આધાર કાર્ડન અને મોબાઈલની જરૂર પડશે.

  • સત્તાવાર વેબ સાઇટ કે આયુષ્માન કાર્ડ એપ્લિકેશન પર જાઓ
  • કેપ્ચા કોડ દાખલ કરો ,તમારો મોબાઇલ નંબર દાખલ કરી, Verify પર ક્લીક કરો.
  • ત્યાર બાદ ‘OTP‘ પસંદ કરીને ફરીથી કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો
  • હોમે પેજ પર Senior Citizens Of the Age Of Seventy Years and above ના નીચે Click Here To Enroll પર ક્લિક કરો

  • હવે નવું પેજ ખુલશે તેમાં તમે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો Search પર ક્લિક કરો
  • હવે એજ પેજ પરની નીચેની સાઈડ Click Here For Fresh Enrollment Of 70 પર ક્લિક કરો.
  • નવા પેજ પર આધાર કાર્ડથી VERIFY પર ક્લિક કરો
  • હવે તમારા મોબાઈલ પર બે OTP આવશે એ દાખલ કરો.
  • ત્યાર બાદ નવું પોપ વિન્ડો ખુલશે જેમાં . CGHS, Ayushman CAPF, ECHS,બીજા અન્ય ઓપ્શન જોવા મળશે.
  • જો તમને આપેલ ઓપ્શન લાગુ પડતું ના હોય તો Non Of the above સિલેક્ટ કરી PROCEED પર ક્લિક કરો.
  • નવા પેજ પર પ્રથમ તમે સભ્ય નો જીવંત ફોટો પાડો.
  • ત્યાર બાદ મોબાઈલ નંબર , જન્મ વર્ષ, પિનકોડ , રાજ્ય , જિલ્લો , તાલુકો , ગામ પસંદ કરો.
  • જો તમારા સભ્યોમાથી અન્ય કોઈ સભ્ય 60 વર્ષ કે તેના થી વધારે ઉમરનો હોય તો Family Members માં એમની માહિતી દાખલ કરો.
  • ના હોય તો I do not have any other family member પર ક્લિક કરો.
  • બધી માહિતી ભરાયા બાદ SUBMIT પર ક્લિક કરો.
આપેલ વિડિયો ધારા તમે આ સ્ટેપ જોઈ શકો છો Video guides

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ જોવા માટે ના સ્ટેપ

  • તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર પર https://pmjay.gov.in લિંક ખોલો.
  • હોમપેજ પર “Find Hospital” લિંક પર ક્લિક કરો.
  • રાજ્ય (State): ડ્રોપડાઉન મેનૂમાંથી “Gujarat” પસંદ કરો.
  • જિલ્લો (District): જો તમને ખાસ જિલ્લો ખબર હોય, તો તે પસંદ કરો (જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ).
  • તાલુકો (Taluka): જો જરૂરી હોય, તો તાલુકો પસંદ કરો.
  • હોસ્પિટલનું નામ (Hospital Name): જો તમને હોસ્પિટલનું નામ ખબર હોય, તો તે લખો.
  • હવે Search બટન પર ક્લિક કરો. તમારી પસંદગી અનુસાર હોસ્પિટલોની લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.
  • દરેક હોસ્પિટલના નામ, સરનામું, સ્પેશિયાલિટી, અને સંપર્ક નંબર જોઈ શકો છો.
  • “View Details” પર ક્લિક કરી વધુ માહિતી મેળવો (જેમ કે ICU બેડની સંખ્યા, ડૉક્ટર્સની લિસ્ટ).

આયુષ્માન કાર્ડના ફાયદા

  • પરિવારના કોઈપણ સભ્યને વાર્ષિક ₹10 લાખ( ગુજરાતમાં) સુધીની હોસ્પિટલ સુવિધાઓ મફત મળે છે.
  • 25,000+ માન્યતાપ્રાપ્ત હોસ્પિટલોમાં કોઈ ડિપોઝિટ અથવા ભુગતાન કરવાની જરૂર નથી.
  • આયુષ્માન કાર્ડ ધારકો સરકાર દ્વારા નિયુક્ત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ લઈ શકે છે, જે દેશભરમાં વ્યાપક છે.
  • કેન્સર, હાર્ટ ડિઝીઝ, કિડની રોગ જેવી પહેલાથી હોય તેવી બીમારીઓ પણ કવર થાય છે.
  • ગુજરાત સહિત દેશના કોઈપણ ખૂણે ઇલાજ લઈ શકાય છે.
  • પ્રસૂતિ સંભાળ, બાળકોના રોગો, અને કેન્સર થેરાપી જેવી સુવિધાઓ શામેલ છે.
  • આ યોજનાનો લાભ કૌટુંબિક સભ્યો માટે મળી શકે છે, જેમાં કોઈ ઉંમર મર્યાદા નથી.
  • આ યોજના હેઠળ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારનું વીમા પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.
  • હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ, દવાઓ, અને સર્જરીનો સંપૂર્ણ ખર્ચ યોજના દ્વારા ભરવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ હેઠળ કોણ લાભ લઈ શકે

  • ગરીબી રેખા હેઠળ (APL, BPL) જીવતા લોકો
  • ગ્રામિણ અને શહેરી ગરીબ પરિવારો
  • અનાથ બાળકો
  • નિરાધાર વૃદ્ધો
  • શારીરિક અશક્તિ ધરાવતા લોકો
  • ખેતમજૂર
  • અનૌપચારિક મજૂર
  • દૈનિક વેતનભોગી મજૂર
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના ગરીબ પરિવારો
  • જે આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે
  • વર્ષ 2011ની સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ (SECC) મુજબ નોંધાયેલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના પરિવારો આ યોજનામાં સામેલ છે

Ayushman Card Contact Number Gujarat

  • Gujarat State Helpline: 079-66440104
  • WhatsApp Helpline: 92277 23005
  • National Toll-Free Numbers: 14555 or 1800-111-565

important links

આયુષ્માન કાર્ડ વેબસાઈટCheck
આયુષ્માન કાર્ડ એપ્લિકેશનCheck
આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટCheck

Q1. આયુષ્માન કાર્ડ શું છે?

આયુષ્માન કાર્ડ એ આયુષ્માન ભારત યોજના (PMJAY) હેઠળ પ્રદાન કરવામાં આવતો એક ગોલ્ડન કાર્ડ છે, જે ગુજરાતમાં ₹10 લાખ સુધીની મફત તબીબી સેવાઓ પ્રદાન કરે છે

Q3.આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ?

આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ , રેશન કાર્ડ અને મોબાઈલ નંબર જોઈએ.

Q4. આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ

આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા તમારું નામ SECC 2011 ડેટાબેસમાં હોવું જોઈએ. વાર્ષિક ₹4 લાખ કે તેનાથી ઓછી આવક જોઈએ.

Leave a Comment

error: Content is protected !!