Farmers Id Card || ફાર્મર આઈડી કાર્ડ ખેડૂતોને ફરજીયાત કેમ?

farmers id card ફાર્મર આઈડી કાર્ડ
farmers id card ફાર્મર આઈડી કાર્ડ

Farmers id card || ફાર્મર આઈડી કાર્ડ: એ દરેક આવનારી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખેડુત લક્ષી યોજના માટે ખૂબ જ જરૂરી આઈડી કાર્ડ છે. જેવી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm Kisan), કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), લઘુત્તમ ટેકાનો ભાવ (MSP) જેવી હાલ ચાલતી કે ભવિષ્યમાં આવતી દરેક યોજના માટે છે.

Farmers id card ફાર્મર આઈડી કાર્ડ રજીસ્ટ્રેશનના ફાયદા: Farmer Registry Gujarat

  • રાજ્યના દરેક ખેડૂતોને આધાર કાર્ડ ની જેમ ૧૧ ડિઝિટ નો યુનિક ફાર્મર આઈડી મળશે.
  • ગુજરાત સરકાર અને ભારત સરકારના સયુંક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજીટલ રીતે તેની તમામ જમીનની માલિકીની માહિતી મળશે.
  • તમામ બેન્ક કે મંડળી ધિરાણ અને ખેતીવાડી સબંધી લાભો સરળ અને સુલભ બનશે.
  • વન ટાઈમ લાઈફ ટાઈમ નોંધણી એટલે કે આધાર કાર્ડની જેમ અકજ વાર નોંધણી કરવી પડશે.
  • સરળ, ઝડપી અને પારદર્શક પ્રક્રિયા
  • અધાર કાર્ડ દ્ધારા કાર્યક્ષમ DBT (Direct Benefit Transfer)
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડુત લક્ષી યોજનામાં ૧૦૦% સમાવેશ.
  • ઓનલાઈ રીતે ડિજિટલ સેવાનો ઉપયોગ થશે.
  • ગુજરાત રાજ્યમાં ૧૫ ઑક્ટોબર ૨૦૨૫ થી ખેડૂત નોધણી કરવાની ચાલુ થઈ ગયેલ છે.
  • ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ( Kisan) માટે અગામી હપ્તા માટે ખેડૂત આઈડીની ફરજિયાત છે.
  • ખેડૂતો પોતની જાતે પણ પોર્ટલ કે એપ દ્ધાર ખેડૂત નોધણી કરી શકશે.
  • ગુજરાત રાજ્યમાં દરેક પંચાયતમાં અને CSC સેંટર દ્ધારા પોર્ટલ કે એપ દ્ધાર ખેડૂત નોધણી કરી શકશે.
  • રાજ્યના દરેક ખેડૂતોએ ફાર્મર આઈડીની નોંધણી ફરિજીયાત કરવાની છે. અને ખોટી નોધણી રદ કરવામાં આવશે.

ખેડૂત નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ:

દસ્તાવેજજરૂરી વિગતો
આધાર કાર્ડ– આધાર કાર્ડની સ્કેન કોપી અથવા ફોટોકોપી.
સર્વે નંબર– સર્વે નંબર ૭, ૧૨ અને ૮અની નકલ (જમીન રેકોર્ડ અનુસાર).
આધાર સાથે લિંક મોબાઇલ– આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર (OTP માટે જરૂરી).

ખેડૂત નોંધણી કરવાની રીત: Khedut Farmer Registry

1.ખેડૂત સેલ્ફ નોધણી કરવાની રીત: Agristack Gujarat

ખેડૂત રજીસ્ટ્રી પોર્ટલ (એગ્રીસ્ટેક લોગિન આઈડી અને પાસવર્ડ) માં પ્રવેશ:

  1. ગુજરાત ખેડૂત રજીસ્ટ્રી પોર્ટલ પર જાઓ:
    ગુજરાત માટે, https://gjfr.agristack.gov.in/ પર જાઓ.
    • ખેડૂત સેલ્ફ નોધણી માટે Farmer પર ક્લિક કરો.
  2. નવું ખાતું બનાવો:
    • નવું ખાતું બનાવો વિકલ્પ પસંદ કરો.
    • તમારું આધાર નંબર દાખલ કરો.
    • OTP દ્વારા ઓળખ ચકાસો (આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે).
  3. લોગિન આઈડી અને પાસવર્ડ સેટ કરો:
    • મોબાઈલ નંબર અને સુરક્ષિત પાસવર્ડ સેટ કરો.
    • પોર્ટલમાં લોગિન કરવા માટે મોબાઈલ નંબર અને પાસવર્ડ ઉપયોગ કરો.
  4. ખેડૂતને પોતાની જમીનની માહિતી ભરો:
    • નામ, સરનામું, જાતી વગેરે દાખલ કરો. અને નેમ મેચિંગ સ્કોર ચેક કરો
    • જમીન સંબંધિત વિગતો, જેમ કે સર્વે નંબર અને માલિકીનુ નામ જેવી માહિતી દાખલ કરો.અને નેમ મેચિંગ સ્કોર ચેક કરો
    • Anyror ડેટાબેસમાંથી મેળવેલ જમીન રેકોર્ડ માહિતી ચકાસો.
  5. C-DAC પોર્ટલમાં સંમતિ અને ઈ-સાઇન:
    • પુષ્ટિ (Confirmation):
      • સબમિશન સફળ થતા એનરોલમેન્ટ નંબર નોંધવો, જે ભવિષ્યમાં ઉપયોગી રહેશે.

2.Farmer Registry Gujarat Agristack મોબાઇલ એપ દ્વારા નોંધણી:

ગુજરાતના ખેડૂતોની સગવડ માટે  Farmer Registry Gujarat નામે એપ્લિકેશન પણ વિકસિત કરવામાં આવ્યું છે. એપ દ્વારા ખેડૂત રજિસ્ટ્રી પૂર્ણ કરવા માટે નીચેના પગલાં અનુસરો:  

1: એપ ડાઉનલોડ કરો  

  • ગૂગલ પ્લે સ્ટોર માંથી  Farmer Registry Gujarat ઇન્સ્ટોલ કરો. અને e-Hastakshar ઓફિસિયલ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.  

2: એકાઉન્ટ બનાવો  

  • -એપ ખોલો અને તમારા  આધાર નંબર નો ઉપયોગ કરી સાઇન અપ કરો.  
  • -OTP દ્વારા તમારા આધાર-લિંક્ડ મોબાઇલ નંબરને ચકાસો.  

3: મૂળભૂત માહિતી ભરો

  •   -નામ, જન્મ તારીખ અને સરનામું જેવી આધારથી મેળવેલી વિગતોની પુષ્ટિ કરો.  તમામ માહિતી ચોક્કસ છે તેની ખાતરી કરો.  

4: મોબાઇલ અને ઇમેલ ચકાસણી

  • -તમારો મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી અપડેટ કરો અને ચકાસો

5: જમીન અને સરનામાની વિગતો દાખલ કરો

  • Anyror ડેટાબેસમાંથી મેળવેલ જમીન રેકોર્ડ માહિતી ચકાસો.
  • -જિલ્લો, ગામ અને સર્વે નંબર સહિત જમીન માલિકીની વિગતો પ્રદાન કરો.  
  • -કોઈપણ  ભુલ હોય તો રહેઠાણના સરનામાંને અપડેટ કરો.  

6. C-DAC પોર્ટલમાં સંમતિ અને ઈ-સાઇન

  • – પુષ્ટિ (Confirmation)
  • – સબમિશન સફળ થતા એનરોલમેન્ટ નંબર નોંધવો, જે ભવિષ્યમાં ઉપયોગી રહેશે.

ફાર્મર આઈડી કાર્ડ બનાવતા ધ્યાનમાં રાખવાના મુદ્દા:

  • ખેડૂતને પોતાની માહિતી ચકાસણી કરીને જમીનના સર્વે નંબર ફેચ કરવા.
  • ખેડૂતને પોતાનું નામ મેચ સ્કોર ચેક કરીને જમીન વેરીફાઇ કરવાની રહેશે
  • જે ખેડૂતના કિસ્સામાં નેમ મેચ સ્કોર 20 કે તેથી ઓછો હોય ત્યારે ખાસ ચકાસણી કર્યા બાદ જ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • સરકારશ્રી ના નામે વાળી જમીન કોઈ ખેડૂત સામે મેપ કરવી નહીં

નિષ્કર્ષ:


આ પગલાં અનુસરીને, ગુજરાતના ખેડૂતો પોર્ટલ અને એપ દ્વારા સરળતાથી અને ઝડપથી તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ ડિજિટલ સુવિધા ખેડૂતોને તેમની માહિતી સુરક્ષિત રીતે દાખલ કરવા, સરકારી યોજનાઓનો લાભ લેવા અને જરૂરી દસ્તાવેજીકરણમાં સહાયક થશે.ડિજિટલ ભારતના આ યુગમાં, આવી તકનીકી સુવિધાઓ ખેડૂતોને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Leave a Comment

error: Content is protected !!