મકાઈ, બાજરી, જુવાર અને રાગીના ટેકાનો ભાવ 2025-26 માટે MSPમાં ₹300 પ્રતિ ક્વિન્ટલનો બોનસ જાહેર

ગુજરાત સરકારે 2025-26ના સીઝન માટે મકાઇ, બાજરી, જુવાર (હાઇબ્રિડ અને માલદંડી), અને રાગીના ટેકના ભાવ (MSP) સાથે ₹300 પ્રતિ ક્વિન્ટલનો વધારાનો બોનસ જાહેર કર્યો છે. આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે અને કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની આશા છે.

મકાઇ, બાજરી, જુવાર અને રાગીના ટેકાનો ભાવ
મકાઇ, બાજરી, જુવાર અને રાગીના ટેકાનો ભાવ

મકાઈ, બાજરી, જુવાર અને રાગીના માટે ટેકાનો ભાવ 2025-26 (Minimum Support Price)

પાકમુખ્ય ભાવ (₹/ક્વિન્ટલ)બોનસ (₹/ક્વિન્ટલ)કુલ ભાવ (₹/ક્વિન્ટલ)
મકાઇ₹2225₹300₹2525
બાજરી₹2625₹300₹2925
જુવાર (હાઇબ્રિડ)₹3371₹300₹3671
જુવાર (માલદંડી)₹3421₹300₹3721
રાગી₹4290₹300₹4590

મકાઈનો ટેકાના ભાવ 2025

મકાઇ: ₹2225/ક્વિન્ટલ

બાજરીનો ટેકાના ભાવ 2025

બાજરી: ₹2625/ક્વિન્ટલ

જુવાર નો ટેકાના ભાવ 2025

  • જુવાર (હાઇબ્રિડ): ₹3371/ક્વિન્ટલ
  • જુવાર (માલદંડી): ₹3421/ક્વિન્ટલ

રાગીનો ટેકાના ભાવ 2025

રાગી: ₹4290/ક્વિન્ટલ

ટેકાના ભાવ 2025ની મહત્વપૂર્ણ તારીખો

  • નોધણી સમય: 1 એપ્રિલ 2025 થી 30 એપ્રિલ 2025
  • ખરીદી સમયગાળો: 1 મે 2025 થી 15 જુલાઇ 2025

ટેકાના ભાવ 2025 માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

ખેડૂતોએ MSP યોજનાનો લાભ લેવા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા પડશે:

  1. આધાર કાર્ડ
  2. 7/12 અથવા 8-A નકલ
  3. પાકનો દાખલો (ખેતરની વિગતો)
  4. બેંક પાસબુક અથવા કેન્સલ ચેક બુક

ટેકાના ભાવ નોંધણી

નજીકની ગ્રામ પંચાયત કચેરી ખાતે V.C.E મારફતે

Official website https://fpp.gujarat.gov.in/

હેલ્પલાઈન નંબર  8511171718 , 8511171719 

સરકારનો ₹300 પ્રતિ ક્વિન્ટલનો બોનસ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેડૂત 50 ક્વિન્ટલ રાગી વેચે, તો તેને ₹2,14,500 (MSP) + ₹15,000 (બોનસ) મળશે, જે સીધો આર્થિક ફાયદો છે.

આ યોજના ખેડૂતોને ગુણવત્તાપૂર્ણ બિયારણ અને સ્થિર ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કરશે. ખાસ કરીને રાગી અને જુવાર જેવા પોષક ધાન્યોના ઉત્પાદનને વેગ મળશે, જે રાજ્યમાં પોષણ સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે.

Leave a Comment