Ikhedut 2.0 portal નવા પોર્ટલ ની સંપૂર્ણ માહિતી

ગુજરાત સરકારે ખેડૂતોના સમૃદ્ધ ભવિષ્ય અને ગ્રામીણ વિકાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક અગ્રણી પગલું ભર્યું છે. તેમાંની એક મહત્વપૂર્ણ શરૂઆત છે “આઈ-ખેડૂત પોર્ટલ” . આ પોર્ટલ ખેડૂતોને સરકારી યોજનાઓ, સબસિડી, અને સુવિધાઓ સુધી સીધી પહોંચ આપવાનું એક સરળ માધ્યમ બની રહ્યું છે. ચાલો, જાણીએ આ ડિજિટલ સાધન વિશે વિગતવાર!

www.ikhedut.gujarat.gov.in portal

હાલ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા Ikhedut 2.0 portal માં ગણા બદલાવ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતો સરળતાથી અને ઝડપી લાભ લઈ શકે છે

આઈ ખેડૂત ના નવા પોર્ટલ પર જવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • આઈ ખેડૂતની જૂના પોર્ટલની લિન્ક ખોલો (https://ikhedutservice.gujarat.gov.in/)
  • ત્યારબાદ Menu માંથી યોજનાઓ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમને નવા Ikhedut 2.0 portal પર રીડાયરેક્ટ થશે.
  • અથવા ડાઇરેક્ટ લિંક કોપી કરો https://ikhedut.gujarat.gov.in/site/

હાલ આ પોર્ટલ ટેસ્ટિંગ મોડ પર છે તો ચાલુ બંધ થઈ શકે છે. બને ત્યાં સુધી BBNL fiber Net ( પંચાયત , સરકારી કચેરીમાં ) વાપરશો તો વેબસાઇટ જલ્દી ચાલશે.

ikhedut New portal login

ikhedut 2.0 portal
  • નવા આઈ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • ડાબી બાજુ આપેલા લોગીન બટન પર ક્લિક કરો.
  • લાભાર્થી નોંધણી માટે ક્લિક કરો.
  • હવે તમને નવી ખેડૂત નોધણી કરી શકશો.
  • નીચે આપેલ ફાઈલમાં જોઈને નવા પોર્ટલ પર નોધણી કરો
નોધ:- Ikhedut 2.0 portal પર નોંધણી કર્યા પછી તમે નવા ઘટક ની અરજી કરી શકશો.

Ikhedut 2.0 portal માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • 7/12 , 8અ ઉતારા
  • બેંક પાસબુક
  • જાતિનો દાખલો

ઉપર આપેલ બધા ડોક્યુમેન્ટ ઓરીજનલ સાથે રાખવા હાલમાં લોન્ચ થયેલ નવા પોર્ટલ માં ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે છે.

7/12 ઉતારા નામથી કેવી રીતે શોધવું?

આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતલક્ષી યોજનાઓ

  • ખેતીવાડી યોજનાઓ
  • પશુપાલનની યોજનાઓ
  • બાગાયત યોજનાઓ
  • મત્સ્ય યોજનાઓ
  • અન્ય યોજનાઓ
ikhedut yojana
ikhedut yojana

Ikhedut 2.0 portal અરજી કરવાની પ્રક્રિયા

  • લોગિન કરો: આઈ-ખેડૂત પોર્ટલ પર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
  • યોજના પસંદ કરો: જે યોજનાનો લાભ લેવો હોય તે પસંદ કરો (દા.ત. સ્માર્ટફોન ની ખરીદી પર સહાય).
  • ફોર્મ ભરો: જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • સબમિટ કરો: અરજીની સ્થિતિ “અરજી દાખલ થઈ” એમ સ્ક્રીન પર દેખાશે.

આઈ-ખેડૂત પોર્ટલના ફાયદાઓ

  • સમય અને શ્રમની બચત: પહેલાં ખેડૂતોને ઓફિસમાં ફેરવાટ કરવો પડતો, પરંતુ હવે ઘરે બેઠા મોબાઈલ અથવા કમ્પ્યુટરથી જ અરજી કરી શકાય છે.
  • પારદર્શક પ્રક્રિયા: યોજનાઓની માહિતી, પાત્રતા, અને અરજીની સ્થિતિ ઓનલાઈન જોવા મળે છે.
  • સીધી સબસિડી: યોગ્ય દસ્તાવેજો સાથે અરજી કરતા ખેડૂતોના ખાતામાં સરકારી સહાય સીધી જમા થાય છે.
  • વિશાળ યોજનાઓનો સંગ્રહ: કૃષિ, ડેયરી, હોર્ટિકલ્ચર, માછીપાલન, અને સોલાર પેનલ જેવી 100+ યોજનાઓની માહિતી ઉપલબ્ધ.

Ikhedut 2.0 portal ની લિન્ક

https://ikhedut.gujarat.gov.in/site/ or https://ikhedutservice.gujarat.gov.in/

Leave a Comment