Table of Contents
સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાત (Soil Health Card Scheme Gujarat) : આ યોજના ભારત સરકાર દ્ધારા ખેડૂતોના આર્થિક સ્થિતિ અને જમીનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતની આર્થિક સ્થિતિ અને ખેડૂતની પોતાની જમીનમાં ખુટતા પોષક તત્વોનું સંકલ કરી જમીનમાં સુધારા કરી શકે. જે પાકનું ઉત્પાદન વધારી શકાય છે જેથી સારી એવી આવકમાં વધારો થાય છે

સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતની માહિતી:
ભારત એક કૃષિ-પ્રધાન દેશ છે જ્યાં ગણા એવા લોકોની આજીવિકા ખેતી પર આધારિત છે, જેથી ભારત અને ગુજરાતની જમીનમાં પોષક તત્વોની ઉણપ રહી છે અને એના માટે સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતના એ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપી તેમની ખેતીના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ યોજના મહત્વની ભૂમિકા ભજવતી હોય છે.
હોસ્પિટલ કે મેડીકલમાંથી આપવામાં આવતા તમારી તંદુરસ્તીનો રીપોર્ટકાર્ડ જેવુજ આ યોજનામાં તમારા ખેતરની માટીના નમુના લેવામાં આવતા હોય છે. અને રોપોર્ટકાર્ડ આપવામાં આવતા હોય છે. જેથી ખેડૂત ખાતરોનો બિનજરૂરી ઉપયોગ અટકાવી જમીનને ફળદ્રુપ બનાવી અને ખર્ચાથી બચી શકે છે
આ રીપોર્ટકાર્ડમાં કેટલાક તત્વો જેવા કે નાઇટ્રોજન , ફૉસ્ફરસ , પોટાશ , માટીનું pH સ્તર , ઝિંક, આયર્ન અને કાર્બનિક પદાર્થોને તપાસીને તમારી જમીનમાં કયા તત્વનું પ્રમાણ ઓછુ કે વધારે છે અને કયા તત્વની જરૂર છે તે જણાવામાં આવતું હોય છે જેથી ખેડૂતને કઈ ઋતુમાં કયો ચોક્કસ પાક નું વાવેતર કરવું એ આના દ્ધારા જાણી શકીએ છીએ.
ખેડૂતની જમીનમાંથી લીધેલ માટીના નમુના સરકાર માન્ય લેબમાં પરિક્ષણ કરી ખેડૂતને Soil Helth Card આપવામાં આવતું હોય છે. તેમાં તમારે કેટલા પ્રમાણમાં ખાતર , કયો પાકનું વાવેતર કરવું એ બધી માહિતી આપવામાં આવતી હોય છે. આ સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતના દરેક ગામ દીઠ અલગ અલગ ખેડૂતની જમીનના 10-12 માટીના નમુના લેવામાં આવતા હોય છે.
ગુજરાતમાં જમીનના 7 પ્રકાર છે કાંપની જમીન, કાળી જમીન, રેતાળ જમીન ,ક્ષારીય જમીન ,પડખાઉ જમીન, પહાડી જમીન, જંગલોની જમીન આમ જમીનના પ્રકાર મુજબ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે જેવી રીતે કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય તેવી રીતે રેતાળ જમીનમાં એરંડા (દિવેલા), રાયડો કરી શકાય. થોડીક ઓછી કાળી જમીનમાં મગફળી, તલ, જીરુનો પાક લઈ શકાય છે આવી જમીનમાં એક સરખો પાક લેવાથી તમારા પાકના ઉત્પાદન પર અસર પડતી હોય છે. જેથી Soil Helth Card થકી તમે પાક પર પડતી અસરને ચકાસી શકો છો.
સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતના ફાયદા
- ખેડૂતની જમીનમાં પોષક તત્વોનું સ્તર સમજાય છે.
- આ માહિતીથી પાક માટે જરૂરી ખાતરનો પ્રકાર અને જથ્થો નક્કી કરવામાં મદદ કરે છે.
- તે જમીનની લાક્ષણિકતાઓના આધારે યોગ્ય પાક પસંદ કરવામાં પણ મદદ કરે છે.
- એક સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાત ત્રણ વર્ષ સુધી માહિતી પૂરી પાડે છે.
- તેમાં બીજ, વાવેતરની તકનીક, સિંચાઈ અને નીંદણ નિયંત્રણ જેવી કૃષિ વિગતોનો સમાવેશ થાય છે.
- એક ખેડૂત તેની જમીનથી સારી રીતે પરિચિત થાય .
- સોઇલ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને, ખેડૂતે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી રાખવા માટે તેનું યોગ્ય સંચાલન કરવું જોઈએ.
- જમીનને ફળદ્રુપતા અને ઉત્પાદકતા ટકાઉ બનાવે.
- પાકનું આયોજન કરે. વધુ પાકમાં વળતર મેળવે શકે.
- ખેડૂત બિન ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવે.
- વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી રાજ્યની વિકાસમાં વધારો થશે.
- જમીનમાં ઉપલબ્ધ પોષક તત્વોનું મૂલ્યાંકન કરી શકે છે
- જો જમીનને નુકસાન થાય છે, તો તે યોગ્ય માટી સુધારા લાગુ કરીને તેને પુનઃસ્થાપિત કરી શકે છે.
- પાક માટે જરૂરી રાસાયણિક અથવા જૈવિક ખાતરોનો પ્રકાર અને જથ્થો ઉપલબ્ધ પોષક તત્વોના આધારે નક્કી કરી શકાય છે.
- લભ્ય તત્વોની માત્રા પરથી પાકને આપવાના થતા રાસાયણિક / સેન્દ્રિય ખાતરનો જથ્થો અને પ્રકાર નકકી કરી શકશે.
- જમીનને અનુરૂપ પાકનું આયોજન કરી શકશે.
- બિનજરૂરી ખર્ચમાંથી બચી શકશે.
- ખેતીને વધુ નફાકારક બનાવી શકશે.
- બિન ઉપયોગી ખેતીને ખેતી લાયક બનાવી શકશે.
- પાક ઉત્પાદનનો અંદાજ મેળવી શકશે.
- જમીનની ઉત્પાદકતા ટકાઉ બનાવી શકશે.
- ખડૂત આર્થિક રીતે પગભર બનશે.
સોઈલ હેલ્થ કાર્ડ યોજના ગુજરાતમાં કેવી રીતે મેળવી શકાય
Soil Helth Card મેળવવાની ૨ રીત છે ઓનલાઇન અને ઓફલાઈન
રીત 1. ઓનલાઇન
- પ્રથમ Soil Helth Card પોર્ટલ પર કે Soil health card app જાઓ.
- તેમાં તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ રાજ્ય , જિલ્લો , તાલુકો , ગામ , પસંદ કરો.
- હવે તમે 7/12 8અ ની વિગતો ઉમેરો.
- માટીના નમૂના પરીક્ષણના 15-30 દિવસમાં રિપોર્ટ તૈયાર થાય છે.
- પોર્ટલ પર લૉગિન કરી રિપોર્ટ ડાઉનલોડ કરો
- નીચે આપેલ વિડિયોના સ્ટેપ અનુસરો.
રીત 2. ઓફલાઈન
- સ્થાનિક પંચાયત ઓફિસમાં ,તાલુકા પંચાયત અથવા કૃષિ અધિકારીનો સંપર્ક કરો.
- કૃષિ અધિકારી જેવા કે સેવક સાહેબ શ્રી (ખેતી) નો સંપર્ક કરી.
- ઉનાળામાં તડકો હોય તેવા પડતર ખેતર માંથી જ લેવાય.
- જમીન માં બિલકુલ ભેજ ન હોવો જોઈએ.
- ખેતરમાં પાક કાપ્યા પછી અથવા નવો પાક વાવતા પહેલા નમૂનો લો.
- ખેતરના 5-10 સ્થાનોથી 15-20 cm ઊંડાઈએ માટી ખોદો
- બધા નમૂનાને ભેગા કરી એક સ્વચ્છ કપડામાં 500 ગ્રામ માટી લો.
- માટીના નમૂના સાથે ખેતરની વિગતો જેવી કે માલિકનું નામ,ખાતા નંબર , સરવે નંબર, ગામ, તાલુકો, જિલ્લોની માહિતી સાથે અરજી ભરો.
- ત્યાર બાદ કૃષિ અધિકારી જેવા કે સેવક સાહેબ શ્રી (ખેતી) માટીના નમૂના અને અરજી સોંપો.
- માટીના નમૂના પરીક્ષણના 15-30 દિવસમાં રિપોર્ટ તૈયાર થાય છે.
Q.1.સોઈલ હેલ્થ કાર્ડ ની શરૂઆત ?
સોઈલ હેલ્થ કાર્ડ ની શરૂઆત (કાર્યક્રમ) ગુજરાતમાં 2003-04 અને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19.02.2015ના રોજ સુરતગઢ, રાજસ્થાન ખાતે શરૂઆત કરી હતી.
Q.2. ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
ગુજરાત અને ભારતના દરેક ખેડૂતો ( બિન પિયત જમીન ધરાવતા ખેડૂતો પણ લઈ શકે.)
Q.3.ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે?
સોઈલ હેલ્થ કાર્ડના ફાયદા: જમીનને અનુરૂપ પાકનું આયોજન કરી શકશે, બિનજરૂરી ખર્ચમાંથી બચી શકશે, ખેતીને વધુ નફાકારક બનાવી શકશે, જમીનની ઉત્પાદકતા ટકાઉ બનાવી શકશે.
Q.4.સોઈલ હેલ્થ કાર્ડના રિપોર્ટમાં શું હોય?
સોઈલ હેલ્થ કાર્ડના રિપોર્ટમાં જમીનની જાત ,માટીનો pH, નાઇટ્રોજન, ફૉસ્ફરસ , પોટાશ , સૂક્ષ્મ પોષક તત્વો, યોગ્ય ખાતર અને માટી સુધારણાં માટે માર્ગદર્શન,પાક મુજબ ખાતર ઉપયોગ માટે ભલામણ, જમીન સુધારણા માટે સલાહ
Q.5. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ?
-> ખેડૂતો તેમની જમીન માટે શ્રેષ્ઠ પાક પસંદ કરવા માટે ‘સોઇલ હેલ્થ કાર્ડ’ (Soil Health Card – SHC જમીન સ્વાસ્થ્ય પત્રક)નો ઉપયોગ કરે છે. આ કાર્ડ જમીનમાં રહેલા પોષક તત્વો અને અન્ય ગુણધર્મોની માહિતી પ્રદાન કરે છે, જે ખેડૂતોને યોગ્ય પાક અને ખાતરોની પસંદગીમાં મદદ કરે છે.