
ગ્રામ પંચાયત આકારણી Gram Panchayat Akarni: એ એક મહત્વનુ દસ્તાવેજ છે જે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે. જેનો ઉપયોગ આપણે અલગ અલગ સરકારી કે બિન સરકારી યોજનામાં થાય છે. આ આકારણીને આધારિત ગ્રામ પંચાયત ઘર વેરો (ટેક્સ)નું કલેક્શન કરતી હોય છે. જેમાં કાચું મકાન , પાકું મકાન , ખુલ્લો પ્લોટ એવું દર્શાવેલ હોય છે
Table of Contents
ગ્રામ પંચાયત આકારણીના ફાયદા:
- સરકારી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, શૌચાલય નિર્માણ માટે.
- સરકારી કે બિન સરકારી લોન લેવા માટે ( મિલકત પર )
- વીજ કનેકશન માટે: નવું કનેક્શન કે ચાલતા વીજ કનેક્શનમાં નામ બદલવા માટે.
- સબસિડી માટે
- કાનૂની સુરક્ષા માટે
આકારણી પત્રકમાં સામેલ માહિતી
- અનુક્રમ નંબર
- મહોલ્લાનું નામ
- મિલ્કત નંબર
- મિલ્કત વર્ણન ( કાચું મકાન , પાકું મકાન , ખુલ્લો પ્લોટ )
- માલિકનું નામ
- ભોગવટો કરનારનું નામ
- વાર્ષિક ભાડાની આકારણી અથવા બીજી બાબત
- કરની આકરેલી રકમ
નવી આકારણી પત્રક અરજી કેવી રીતે કરવી
- જરૂરી દસ્તાવેજો તૈયાર કરો. જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ , 7/12 8 અ ના ઉતારા , જમીન અથવા ઘર ખરીદીનું દસ્તાવેજ, આકારણી ફોર્મ
- ઉપરના બધા દસ્તાવેજ સાથે તમે નજીકની પંચાયત કે નગરપાલિકા ની મુલાકાત લેવી.
- સંબંધિત અધિકારીને દસ્તાવેજો આપવા. ( તલાટી કમ મંત્રીશ્રી કે અન્ય )
- તમારી અરજી મંજૂર થયા પછી તમે ચાલુ વર્ષનો વેરો ભરવો.
- હવે તમે મકાન આકારણી પત્રક મેળવી શકશો
ચાલુ આકરણીમાં સુધારા માટે:
- જો તમારા માતા કે પિતાનું મરણ થયું હોય તો તે કિસ્સામાં તમારા દરેક ભાઈઓ ,બહેનો કે કુટુંબના સભ્યોની મંજૂરી લઈને દરેક સભ્યની હયાતીમાં સોગંદનામું કરી તમે તમારું નામ દાખલ કરી શકશે.
- મિલકતની વેચાણ ખરીદી માં તમે મિલકત વેચાણ દસ્તાવેજના આધારે તમે નામ દાખલ કરી શકશે.
- આ રીતે તમે મકાન આકારણી પત્રક મેળવી શકશો
Gram Panchayat akarni online

- ગ્રામ સુવિધા પોર્ટલની મુલાકાત લેવી.
- તમારો જિલ્લો , તાલુકો, ગ્રામ પંચાયત, પંચાયત વેરો , વર્ષ , કર્મચારી આઈડી પાસવર્ડ ઉમેરીને લૉગિન કરો.
- ત્યાર બાદ કરના રીપોર્ટસ સિલેક્ટ કરો.
- હવે આકારણી પત્રક ઓપ્શન સિલેક્ટ કરો
- ત્યાર બાદ મિલકત નંબર દાખલ કરી સબમિટ કરો.
- આ રીતે તમે Gram Panchayat Akarni Form તમે Excel, Word, PDF ફોર્મેટમાં મેળવી શકશો
ગ્રામ પંચાયત આકારણી pdf download
નીચે Akarni patrak Gujarat pdf download આપેલ ફાઇલમાં તમારા વિસ્તાર મુજબ સુધારા કરવા. જેવા કે સરનામું , તારીખ , પંચાયતનું નામ વગેરે
પત્રક | |
નવી અરજી અથવા સુધારા માટે | File |
આકારણી pdf download | File |
Gram Panchayat Akarni ms word file | File |
સારાંશ:
ગ્રામ પંચાયત આકારણી ફોર્મ માત્ર કર ચૂકવણીના આધાર તરીકે જ નહીં પરંતુ તમારી મિલકતની કાનૂની સ્વીકૃતિ અને ગ્રામીણ વિકાસમાં તમારી સંડોવણી તરીકે પણ કામ કરે છે. નવી અરજી સબમિટ કરવા અથવા સુધારા કરવા માટે, તમારે જરૂરી દસ્તાવેજો સાથે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકાની મુલાકાત લેવી આવશ્યક છે. આ ફોર્મ પર સચોટ અને સમયસર માહિતી પ્રદાન કરવાથી તમે સરકારી લાભો અને સુરક્ષાને ઍક્સેસ કરી શકશો. તમારી મિલકત સાથે જોડાયેલા અધિકારો અને જવાબદારીઓને સમજવી મહત્વપૂર્ણ છે.
Q.1.આકારણી પત્રક એટલે શું
-> આકારણી પત્રક એટલે સ્થાનિક ગ્રામ પંચાયત કે મ્યુનિસિપલ ઑફિસમાંથી મળતું દસ્તાવેજ છે જે તમારૂ ઘર, પ્લોટ, અથવા બાંધકામ માહિતી આપે છે અને આ પત્રક આધારે કર વેરો નક્કી થતો હોય છે
Sir Aakarani online kadhavi k offline kadhavi?
આકારણી ગ્રામ પંચાયતમાં જઈને ઓનલાઇન કઢાવી સારી.
જો ઓનલાઇનમાં ઇસ્યૂ આવતો હોય તોજ ઓફ્લાઈન કઢાવી.