
Table of Contents
પંડિત દીનદયાળ યોજના સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારે ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને મકાન બાંધકામ માટે રૂ.1,20,000 ની નાણાકીય સહાય આપવા માટે પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના ગુજરાતમાં ઘર વિના લોકો અને જર્જરિત મકાન ધરાવતા પરિવારો માટે આશાસ્પદ ઉપાય છે.જ્યારે કોઈ પોતાનું ઘર બનાવવાનું સપનું જોય છે, ત્યારે તેમાં નાણાંની અછત એ સૌથી મોટી અડચણ બની જાય છે. ખાસ કરીને ગુજરાતના ગ્રામ્ય અને શહેરી ગરીબ વર્ગના લોકો માટે આ સપના સાકાર કરવા સરકારે એક અગત્યની યોજના શરૂ કરી છે: પંડિત દીનદયાળ આવાસ યોજના. આ યોજના ફક્ત નાણાકીય સહાય જ નહીં, પણ લોકોને સ્વાવલંબી બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે. ચાલો, વિગતવાર સમજીએ કે આ યોજના કેવી રીતે લાખો લોકોના જીવનમાં બદલાવ લાવી રહી છે.
યોજનાના લાભ: રૂ.1,20,000 + શૌચાલય માટે રૂ.12,000
1. યોજનાનો ઉદ્દેશ્ય
- ગુજરાતના ગરીબ, આર્થિક રીતે પછાત, SC/ST, અને વિચરતી જાતિના પરિવારોને મકાન બાંધકામ માટે નાણાકીય સહાય પ્રદાન કરવી.
- રૂ.1,20,000 + શૌચાલય માટે રૂ.12,000ની સહાય ઓનલાઈન અરજી દ્વારા મેળવવી.
2. યોજનાની વિશેષતાઓ
- ત્રણ હપ્તામાં ચુકવણી: પાયો, દિવાલો અને પૂર્ણ મકાન બાંધકામ પર.
- પ્રથમ હપ્તો – મકાનની પાયાની કામગીરી માટે (₹40,000)
- બીજો હપ્તો – દીવાલો ઊભી કરવામાં માટે (₹60,000)
- ત્રીજો હપ્તો – આખું મકાન બની જાય પછી (₹20,000)
- સીધી બેંક ખાતે જમા: લાભાર્થીના ખાતામાં સહાયની રકમ.
- ઓનલાઈન અરજી: esamajkalyan.gujarat.gov.in પર સરળ પ્રક્રિયા.
પાત્રતા: આ લોકો મેળવી શકે છે મફત ઘર સહાય
આવક મર્યાદા
- ગ્રામ્ય વિસ્તાર: વાર્ષિક આવક રૂ.1,20,000 થી વધુ નહીં.
- શહેરી વિસ્તાર: વાર્ષિક આવક રૂ.1,50,000 થી વધુ નહીં.
જરૂરી શરતો
- અરજદાર ગુજરાતનો સ્થાયી નિવાસી હોવો જોઈએ.
- પાસે પોતાની જમીન અથવા જર્જરિત મકાન હોવું જોઈએ.
- BPL કાર્ડધારકો, વિધવા, અને દિવ્યાંગોને પ્રાથમિકતા.
- મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.
આવાસ યોજના અન્ય સરકારી યોજનાઓ સાથે જોડાય છે
- સૌના માટે ઘર યોજના – PMAY સાથે જોડાણ
- સૌચાલય સહાય યોજના – શૌચાલય માટે વધારાની સહાય
- મુફત વીજળી યોજના – નવા ઘરોમાં વીજળી જોડાણ
જરૂરી દસ્તાવેજો: આપવા પડશે આ ડૉક્યુમેન્ટ્સ
- રહેઠાણનો પુરાવો (વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ વગેરે)
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુક
- અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- બી.પી.એલ. કાર્ડ (જો લાગુ પડે તો)
- પતિના અવસાનનો દાખલો (વિધવા અરજદાર માટે)
- ચતુર્દિશા નો દાખલો (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
અરજી કરો સ્ટેપ-બાય-સ્ટેપ – esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ
- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો
- સૌથી પહેલા esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
- “પંડિત દીનદયાળ આવાસ યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
- “નવી અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરીને તમારું એકાઉન્ટ બનાવો.
- તમારું મોબાઇલ નંબર અને OTP વેરીફાઈ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- આવકનો દાખલો (તલાટીની સહી સાથે)
- જાતિનો દાખલો (જો લાગુ પડે)
- આધાર કાર્ડ / રેશન કાર્ડ
- રહેઠાણ પુરાવો (વીજળી બીલ, પાણી બીલ વગેરે)
- બેંક પાસબુકની નકલ
- મકાન બાંધકામ માટે મંજૂરી પત્ર
- અરજી ફોર્મ ભરવું
- અરજી ફોર્મમાં વ્યક્તિગત માહિતી ભરો (નામ, સરનામું, મોબાઇલ નંબર).
- તમારું BPL નંબર (જો હોય તો) દાખલ કરો.
- તમારા જમીનના કાગળો અથવા જુના મકાનના દસ્તાવેજો અપલોડ કરો.
- મકાન કેટલું મોટું બનાવવું છે, તે દર્શાવો.
- અરજી સબમિટ કરો અને પ્રિન્ટ લ્યો
- ફોર્મ સબમિટ કર્યા પછી, તેની પ્રિન્ટઆઉટ કાઢો.
- અરજદારના હસ્તાક્ષર અને ગ્રામ પંચાયતની સહી લેવી જરૂરી છે.
- દસ્તાવેજો સાથે કચેરીમાં જમા કરો
- તમારું અરજી ફોર્મ અને દસ્તાવેજો નજીકની ગ્રામ પંચાયત અથવા જિલ્લા સમાજ કલ્યાણ કચેરીમાં જમા કરો.
- અધિકારી તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે.
- અરજીની સ્થિતિ ઓનલાઇન ચકાસો
- esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર “અરજીની સ્થિતિ” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો અરજી નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
- તમે જોઈ શકશો કે તમારી અરજી મંજૂર થઈ છે કે પ્રોસેસમાં છે.
પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ
esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ | official site |
પંડિત દીનદયાળ આવાસ યોજના લાભાર્થીઓ નું નામ ડૌ લીસ્ટ | News And Notification |
નિષ્કર્ષ
આવાસ યોજના ગુજરાતના લોકો માટે એક શ્રેષ્ઠ તકો પૈકી એક છે. જે લોકો પોતાનું ઘર બનાવવા માટે નાણાકીય મુશ્કેલી અનુભવે છે, તેમના માટે આ યોજના આશીર્વાદરૂપ છે. જો તમે પાત્ર હો, તો તુરંત અરજી કરો અને લાભ મેળવો!
Pingback: RTE 2025-26 Admission (રાઈટ ટુ એજ્યુકેશન) - મેરા ખેડૂત