Budget 2025-26 : વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ કુલ આ વખતે 8મી વખત બજેટ રજુ કર્યું. જેમાં ગણા બધા સુધારા કરવામાં આવ્યા ખેડૂતો માટે ૧.૭ કરોડનો ફાયદો થશે. હાલ આપને આ પોસ્ટ માં ખેડૂતો ને લગતા મહત્વના મુદ્ધા જોઈશું.
Table of Contents
Budget 2025-26 માં ખેડૂત ના મુખ્ય મુદ્દાઓ :
- PM ધન ધાન્ય યોજના
- કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારો કરવામાં આવ્યો.
- માછીમારી અને ડેરી લોનની સુવિધા
- નવો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે
- કપાસના ઉત્પાદન પર સરકારનું વધારે ધ્યાન આપશે.
- મખાના બોર્ડની રચના કરવામાં આવશે
PM ધન ધાન્ય યોજના:
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને ભાસણમાં જણાવ્યા મુજબ બજેટ 2025 માં PM ધન ધાન્ય યોજનાની જાહેરાત કરી.આ યોજના હેઠળ ૧૦૦ જેટલા જીલ્લાનો સમાવેશ કરવામાં આવશે. જે જીલ્લામાં કૃષી ઉત્પાદન સરેરાશ કરતાં ઓછુ ઉત્પાદન થતું હોય. આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં કૃષી ઉત્પાદનમાં વધારો થાય. આ યોજનામાં ભારતના બધા રાજ્યોના સહ ભાગથી અમલ કરવામાં આવશે. જેથી દેશના દરેક ખેડૂતની આવકમાં વધારો થાય.
કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારો કરવામાં આવ્યો:
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) માં ટુકા ગાળાની(૧૨ મહિનાની) લોન હોય છે. જેમાં પહેલા ૩ લાખની લોંન મળતી હવે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ ૩ લાખ થી વધારી ને ૫ લાખ કરવાની જાહેરાત બજેટ 2025માં જાહેરાત કરી છે. જમાં ૭.૭ કરોડ ખેડૂતો , ડેરી ખેડૂત, પશુપાલન અને માછીમારોને ટુકા ગાળા માટે ૫ લાખ સુધીની ક્રેડિટ મળશે.
નવો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે:
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે યુરિયાના ઉત્પાદન માટે આસામના નામરૂપ ખાતે નવો યુરિયાનો પ્લાન્ટ ખોલવાની જાહેરાત કરી છે. આસામના નામરૂપ ખાતે નવો ઉરીયાનો પ્લાન્ટની ક્ષમતા ૧૨.૭ લાખ મેટ્રિક ટન હશે. હાલ ૩૪૦ થી પણ વધારે યુરીયા પ્લાન્ટ ૩૦ વર્ષ કરતાં પણ જુના અને બંધ હાલતમાં છે એમાં આસામના નામરૂપ ખાતે નવો યુરિયાનો પ્લાન્ટ ખેડૂતને વધારે ફાયદો થશે.
મખાના બોર્ડની રચના કરવામાં આવશે:
બજેટ 2025-26 માં વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરતા બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે જેમાં ખેડૂતોને ઉત્પાદનમાં વધારો,માર્કેટિંગની વ્યવસ્થા, ગુણવત્તામાં સુધારો અને નાના અને માધ્યમ વર્ગના ખેડૂતોને માર્ગદર્શન અને તાલીમ આપવી.
વધુ માહિતી માટે Sansad TV ની મુલાકાત લેવી.