
આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – PMJAY) ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી આરોગ્ય યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો છે. આ લેખમાં, આપણે આયુષ્માન કાર્ડના ફાયદા, બનાવવાની પ્રક્રિયા, આવક મર્યાદા, જરૂરી દસ્તાવેજો અને અન્ય સંબંધિત માહિતી પર ચર્ચા કરીશું.
ઓનલાઇન એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
- સૌપ્રથમ, સત્તાવાર પોર્ટલ https://beneficiary.nha.gov.in પર મુલાકાત લો.
- આયુષ્માન કાર્ડ એપ્લિકેશન Google Play Store થી ડાઉનલોડ કરો.
- હોમપેજ પર ‘Beneficiary‘ વિકલ્પ પસંદ કરો,
- કેપ્ચા કોડ દાખલ કરો ,તમારો મોબાઇલ નંબર દાખલ કરી, Verify પર ક્લીક કરો.
- ત્યાર બાદ ‘OTP‘ પસંદ કરીને ફરીથી કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.

- લોગિન કર્યા બાદ, ‘Scheme->PMJAY’, રાજ્ય, Sub Scheme->PMJAY ‘જિલ્લો’ વગેરે પસંદ કરો.
- ‘Search By->Family Id (રેશન કાર્ડ),કે Aadhaar Number‘ બંનેમાંથી ગમેતે એક વિકલ્પ પસંદ કરો અને તમારો આધાર નંબર કે રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો
- ‘Search‘ બટન પર ક્લિક કરો.

- હવે તમારી સામે તમારા રેશન કાર્ડમાં સામેલ દરેક સભ્યનું લિસ્ટ જોવા મળશે. જેમાં જે સભ્ય નું આયુષ્માન બની ગયું હશે તેમની આગળ લીલા કલરમાં VERIFIED અને APPROVED લખેલું જોવા મળશે.
- જે સભ્ય નું આયુષ્માન બનાવવાનું હોય તેમના નામ સામે eKYC પર ક્લિક કરો.

- અહીં તમારું આધાર ઓથેન્ટિકેશન થશે. જેમાં તમારે 2 OTP આપવા પડશે. તમે ફિંગર ડિવાઇસથી પણ કરી શકશો.
- જેમાં તમારે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર OTP આવશે અને જે મોબાઈલ નંબરથી લોગિન થયા તે મોબાઈલ નંબર પર OTP આવશે.
- બંને OTP દાખલ કર્યા બાદ તમે AUTHENTICATE પર ક્લિક કરો.

- તમારે ઉપર આપેલ સ્ટેપ પ્રમાણે ફરીથી આધાર ઓથેન્ટિકેશન કરો.
- પ્રથમ તમે સભ્ય નો જીવંત ફોટો પાડો.
- ત્યાર બાદ નીચે આપેલા ફોટો પ્રમાણે તમારે મોબાઈલ નંબર , જન્મ વર્ષ, ઘરના મોટા(રેશન કાર્ડ પ્રમાણે) સભ્ય સાથેનો સબંધ , પિનકોડ , રાજ્ય , જિલ્લો , તાલુકો , ગામ પસંદ કરો.
- જો મેચ સ્કોર 80% થી વધારે હશે તો તમારું આયુષ્માન કાર્ડ 15-20 મિનિટમાં બની જશે.
- હવે તમે Submit પર ક્લિક કરો

આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ
- સૌપ્રથમ, સત્તાવાર પોર્ટલ https://beneficiary.nha.gov.in પર મુલાકાત લો.
- અથવા આયુષ્માન કાર્ડ એપ્લિકેશન Google Play Store ડાઉનલોડ કરો.
- હોમપેજ પર ‘Beneficiary‘ વિકલ્પ પસંદ કરો,
- કેપ્ચા કોડ દાખલ કરો ,તમારો મોબાઇલ નંબર દાખલ કરી, Verify પર ક્લીક કરો.
- ત્યાર બાદ ‘OTP‘ પસંદ કરીને ફરીથી કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
- લોગિન કર્યા બાદ, ‘Scheme->PMJAY’, રાજ્ય, Sub Scheme->PMJAY ‘જિલ્લો’ વગેરે પસંદ કરો.
- ‘Search By->Family Id કે Aadhaar Number‘ બંનેમાંથી ગમેતે એક વિકલ્પ પસંદ કરો અને તમારો આધાર નંબર કે રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો
- ‘Search‘ બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે તમારા રેશન કાર્ડમાં સામેલ દરેક સભ્યનું લિસ્ટ જોવા મળશે. જેમાં જે સભ્ય નું આયુષ્માન બની ગયું હશે તેમની આગળ લીલા કલરમાં VERIFIED અને APPROVED લખેલું જોવા મળશે.
- ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો.
- આધાર અને મોબાઈલ નંબર પર આવેલ 2 OTP દાખલ કરો.
- કાર્ડ ડાઉનલોડ થશે.
આપેલ વિડિયો ધારા તમે આ સ્ટેપ જોઈ શકો છો Video guides
આયુષ્માન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ
દસ્તાવેજ | ગ્રામીણ વિસ્તારો | શહેરી વિસ્તારો |
---|---|---|
આધાર કાર્ડ | હા | હા |
રેશન કાર્ડ | હા (AAY અથવા સામાન્ય) | હા (AAY અથવા સામાન્ય) |
આવક પ્રમાણપત્ર | જો લાગુ પડે તો | જો લાગુ પડે તો |
જાતિ પ્રમાણપત્ર | જો લાગુ પડે તો | જો લાગુ પડે તો |
મોબાઇલ નંબર | હા | હા |
પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ | આધાર કાર્ડન અને મોબાઈલ | આધાર કાર્ડન અને મોબાઈલ |
પ્રધાનમંત્રી વય વંદના યોજના હેઠળ આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું
60 વર્ષ કે તેનાથી મોટી ઉમરના સભ્યને આયુષ્માન કાર્ડ બનાવવા ફક્ત આધાર કાર્ડન અને મોબાઈલની જરૂર પડશે.
- સત્તાવાર વેબ સાઇટ કે આયુષ્માન કાર્ડ એપ્લિકેશન પર જાઓ
- કેપ્ચા કોડ દાખલ કરો ,તમારો મોબાઇલ નંબર દાખલ કરી, Verify પર ક્લીક કરો.
- ત્યાર બાદ ‘OTP‘ પસંદ કરીને ફરીથી કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો
- હોમે પેજ પર Senior Citizens Of the Age Of Seventy Years and above ના નીચે Click Here To Enroll પર ક્લિક કરો

- હવે નવું પેજ ખુલશે તેમાં તમે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો Search પર ક્લિક કરો
- હવે એજ પેજ પરની નીચેની સાઈડ Click Here For Fresh Enrollment Of 70 પર ક્લિક કરો.

- નવા પેજ પર આધાર કાર્ડથી VERIFY પર ક્લિક કરો
- હવે તમારા મોબાઈલ પર બે OTP આવશે એ દાખલ કરો.
- ત્યાર બાદ નવું પોપ વિન્ડો ખુલશે જેમાં . CGHS, Ayushman CAPF, ECHS,બીજા અન્ય ઓપ્શન જોવા મળશે.
- જો તમને આપેલ ઓપ્શન લાગુ પડતું ના હોય તો Non Of the above સિલેક્ટ કરી PROCEED પર ક્લિક કરો.
- નવા પેજ પર પ્રથમ તમે સભ્ય નો જીવંત ફોટો પાડો.
- ત્યાર બાદ મોબાઈલ નંબર , જન્મ વર્ષ, પિનકોડ , રાજ્ય , જિલ્લો , તાલુકો , ગામ પસંદ કરો.
- જો તમારા સભ્યોમાથી અન્ય કોઈ સભ્ય 60 વર્ષ કે તેના થી વધારે ઉમરનો હોય તો Family Members માં એમની માહિતી દાખલ કરો.
- ના હોય તો I do not have any other family member પર ક્લિક કરો.
- બધી માહિતી ભરાયા બાદ SUBMIT પર ક્લિક કરો.
આપેલ વિડિયો ધારા તમે આ સ્ટેપ જોઈ શકો છો Video guides
આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ જોવા માટે ના સ્ટેપ
- તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર પર https://pmjay.gov.in લિંક ખોલો.
- હોમપેજ પર “Find Hospital” લિંક પર ક્લિક કરો.
- રાજ્ય (State): ડ્રોપડાઉન મેનૂમાંથી “Gujarat” પસંદ કરો.
- જિલ્લો (District): જો તમને ખાસ જિલ્લો ખબર હોય, તો તે પસંદ કરો (જેમ કે અમદાવાદ, સુરત, રાજકોટ).
- તાલુકો (Taluka): જો જરૂરી હોય, તો તાલુકો પસંદ કરો.
- હોસ્પિટલનું નામ (Hospital Name): જો તમને હોસ્પિટલનું નામ ખબર હોય, તો તે લખો.
- હવે Search બટન પર ક્લિક કરો. તમારી પસંદગી અનુસાર હોસ્પિટલોની લિસ્ટ સ્ક્રીન પર દેખાશે.
- દરેક હોસ્પિટલના નામ, સરનામું, સ્પેશિયાલિટી, અને સંપર્ક નંબર જોઈ શકો છો.
- “View Details” પર ક્લિક કરી વધુ માહિતી મેળવો (જેમ કે ICU બેડની સંખ્યા, ડૉક્ટર્સની લિસ્ટ).
આયુષ્માન કાર્ડના ફાયદા
- પરિવારના કોઈપણ સભ્યને વાર્ષિક ₹10 લાખ( ગુજરાતમાં) સુધીની હોસ્પિટલ સુવિધાઓ મફત મળે છે.
- 25,000+ માન્યતાપ્રાપ્ત હોસ્પિટલોમાં કોઈ ડિપોઝિટ અથવા ભુગતાન કરવાની જરૂર નથી.
- આયુષ્માન કાર્ડ ધારકો સરકાર દ્વારા નિયુક્ત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ લઈ શકે છે, જે દેશભરમાં વ્યાપક છે.
- કેન્સર, હાર્ટ ડિઝીઝ, કિડની રોગ જેવી પહેલાથી હોય તેવી બીમારીઓ પણ કવર થાય છે.
- ગુજરાત સહિત દેશના કોઈપણ ખૂણે ઇલાજ લઈ શકાય છે.
- પ્રસૂતિ સંભાળ, બાળકોના રોગો, અને કેન્સર થેરાપી જેવી સુવિધાઓ શામેલ છે.
- આ યોજનાનો લાભ કૌટુંબિક સભ્યો માટે મળી શકે છે, જેમાં કોઈ ઉંમર મર્યાદા નથી.
- આ યોજના હેઠળ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારનું વીમા પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.
- હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ, દવાઓ, અને સર્જરીનો સંપૂર્ણ ખર્ચ યોજના દ્વારા ભરવામાં આવે છે.
આયુષ્માન કાર્ડ હેઠળ કોણ લાભ લઈ શકે
- ગરીબી રેખા હેઠળ (APL, BPL) જીવતા લોકો
- ગ્રામિણ અને શહેરી ગરીબ પરિવારો
- અનાથ બાળકો
- નિરાધાર વૃદ્ધો
- શારીરિક અશક્તિ ધરાવતા લોકો
- ખેતમજૂર
- અનૌપચારિક મજૂર
- દૈનિક વેતનભોગી મજૂર
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના ગરીબ પરિવારો
- જે આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે
- વર્ષ 2011ની સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ (SECC) મુજબ નોંધાયેલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના પરિવારો આ યોજનામાં સામેલ છે
Ayushman Card Contact Number Gujarat
- Gujarat State Helpline: 079-66440104
- WhatsApp Helpline: 92277 23005
- National Toll-Free Numbers: 14555 or 1800-111-565
important links
Q1. આયુષ્માન કાર્ડ શું છે?
આયુષ્માન કાર્ડ એ આયુષ્માન ભારત યોજના (PMJAY) હેઠળ પ્રદાન કરવામાં આવતો એક ગોલ્ડન કાર્ડ છે, જે ગુજરાતમાં ₹10 લાખ સુધીની મફત તબીબી સેવાઓ પ્રદાન કરે છે
Q3.આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ?
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ , રેશન કાર્ડ અને મોબાઈલ નંબર જોઈએ.
Q4. આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ
આયુષ્માન કાર્ડ માટે આવક મર્યાદા તમારું નામ SECC 2011 ડેટાબેસમાં હોવું જોઈએ. વાર્ષિક ₹4 લાખ કે તેનાથી ઓછી આવક જોઈએ.