આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન(Ikhedut Portal Registration) કરવું જરૂરી છે કારણ કે તે ગુજરાત સરકારની કૃષિ સંબંધિત વિવિધ યોજનાઓનો લાભ લેવા માટેનો પ્રથમ પગથિયો છે. ખેડૂત રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમને વિવિધ યોજના હેઠળ સબસિડી, સહાય અને અન્ય લાભો માટે ઓનલાઈન અરજી કરવાની મંજૂરી મળે છે. આ પોર્ટલ ખેડૂતને તેમના અરજીનો સ્ટેટસ ચેક કરવાની, જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાની અને તેમનું ડિજિટલ રેકોર્ડ જાળવવાની સુવિધા આપે છે. રજીસ્ટ્રેશન કરવાથી ખેડૂત સરકારના ડેટાબેઝમાં લાભાર્થી તરીકે નોંધાઈ જાય છે, જેથી આગામી યોજનાઓ માટે પણ અરજી સરળ બને છે. સાથે જ, આ પ્રક્રિયા પૂરી રીતે પારદર્શક અને સરળ છે અને તેમાં દલાલોની જરુરિયાત રહેતી નથી. આમ, આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું દરેક ખેડૂત માટે જરૂરી અને લાભદાયક છે.
Ikhedut portal 2.0 registration gujarat આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન
ઓનલાઈન અરજી ikhedut portal

- સૌ પ્રથમ તમે ikhedut portal પર જાઓ https://ikhedutservice.gujarat.gov.in/
- મેનુમાંથી “યોજનાઓ” વિકલ્પ પર ક્લિક કરો.
- આ માટે નવું પોર્ટલ ખૂલે છે.
- હવે તમને હોમ પેજ પર નોંધણી (રજીસ્ટ્રેશન) પર ક્લિક કરો
નીચે મુજબ લાભાર્થીની નોધણી કરો

- લાભાર્થી નોંધણી વિગતોમાં લાભાર્થીનો પ્રકારમાં
- (1)ખેડૂત
- (2)ખેડૂત સિવાય
- (3)સંસ્થાકીય
- ત્રણ ઓપ્શન જોવા મળશે.
- જેમાં નોંધણી ના પ્રકાર અનુસાર વિકલ્પ પસંદ કરો.
- ત્યાર બાદ તમે જિલ્લો, તાલુકો, ગામ, જમીન ખાતા નંબર, નામ ,કેપ્ચા નાખી સાચવો અને આગળ ના વિકલ્પ પર ક્લિક કરો.
ikhedut 2.0 New Schemes List

- નવા પેજ પર તમે મોબાઈલ નંબર નાખીને OTP મોકલો પર ક્લિક કરો. અને મોબાઇલ પર આવેલ OTP દાખલ કરો
- હવે પાસવર્ડ બે વાર નાખીને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો. (દા.ત Abcd@123)

- હવે તમે લોગિન પેજ પર આવી જશે તેમાં તમારે મોબાઈલ નંબર અને પાસવર્ડ અથવા OTP થી લૉગિન કરો.
- લૉગિન થયા બાદ જે પણ અરજીઓ ચાલુ હશે એ તમને ત્યાં ઘટક દેખાશે.
- તમારી અરજી મુજબ ઘટક પસંદ કરી અરજી કરો ના વિકલ્પ પર ક્લિક કરો
- હવે તમે કરેલ પસંદગીની અરજીની વિગતો દેખાય તે ચકાસી લેવી ત્યારબાદ આગળ માટે ક્લિક કરો.
- આગળ ની પ્રોસેસ જૂના પોર્ટલ પ્રમાણે રહેશે.
Read More;- Ikhedut 2.0 portal નવા પોર્ટલ ની સંપૂર્ણ માહિતી

આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન 2025 જરૂરી દસ્તાવેજો ikhedut portal registration documents
- આધાર કાર્ડ
- ઉતારા (7,12/8 અ)
- રેશન કાર્ડ
- બેંક પાસબુક
- SC/ST ખેડૂતો માટે જાતિનો દાખલો.
- મોબાઈલ
I Khedut Important Link
1 | Ikhedut Portal Website |
2 | Ikhedut New Schemes List |
3 | Ikhedut Portal Application Print |
4 | Ikhedut Portal Application Status |
આ રીતે તમે તમારા મોબાઈલ દ્વારા ikhedut portal 2025 registration કરી શકશો.
Read More:-તાડપત્રી સહાય યોજના 2025