આવકનો દાખલો ગ્રામ પંચાયત 2025 || Income Certificate Gram Panchayat

આવકનો દાખલો ગ્રામ પંચાયત (Income Certificate Gram Panchayat): આ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે આપણે 3 વર્ષ દરમિયાન એક વખતે કઢાવતા હોય છે. આ દાખલની જરૂરિયાત આપણે બીજા અન્ય દાખલા કઢાવવા , શાળામાં શિષ્યવૃતિ માટે , જાતિના દાખલા માટે ,ક્રિમિલિયર દાખલા માટે, લોન માટે કે કોઈ સરકારી યોજનામાં લાભ લેવા માટે આ દસ્તાવેજ જરૂર પડતી હોય છે. મહત્વનુ છે કે હવે જરૂરી દાખલા આપની નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં ઉપલબ્ધ હોય છે.

આવકનો દાખલો ગ્રામ પંચાયત
આવકનો દાખલો ગ્રામ પંચાયત

આવકનો દાખલો ગ્રામ પંચાયત માંથી કાઢવાની રીત

Income Certificate તમે મામલદાર કચેરી કે નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં કઢાવી શકો છો. જો તમારી આવક 5 લાખ કરતાં ઓછી હોય તો તમે આ દાખલો ગ્રામ પંચાયત કચેરીમાં સરળતાથી મેળવી શકો છો. જેના માટે તમારે ગ્રામ પંચાયતના તલાટી શ્રી નો સંપર્ક કરવાનો રહશે. અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે એક દિવસમાં આ દાખલો મેળવી શકશો.

જો તમારી આવક 1.00 (એક લાખ) કરતાં વધારે હોય તો તમારે સ્વ ઘોષણા પત્ર ભરવાનું રહેતું હોય છે જેમાં તમારે આધાર કાર્ડ નંબર અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો લગાડવાનો રહશે.

આવકનો દાખલો ગ્રામ પંચાયત ડોક્યુમેન્ટ:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ઘરવેરાની પહોંચ ચાલુ નાણાકીય વર્ષની
  • પશુપાલન હોય તો દૂધ મંડળીનો દાખલો
  • 7 12 8અ ના ઉતારા
  • લાઇટ બિલ
  • સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતાં હોય તો પગાર સ્લીપ
  • ૧.૦૦ (એક)લાખથી વધુ આવકના પ્રમાણપત્ર માટે સોગંદનામું ફરજીયાત રજુ કરવાનું રહે છે
  • રહેઠાણ અને ઓળખ પુરાવા માટે (ઘરવેરાની પહોંચ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ , રેશન કાર્ડ )

નીચે આપેલા વધારાના ડોક્યુમેન્ટ તમને તલાટી આવકનો દાખલો ફોર્મ pdf માંથી મળી જશે.

  • આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજિ (પરિશિષ્ટ – 3)
  • કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક (પરિશિષ્ટ – 4)
  • દુધ ઉત્પાદન આવક દર્શાવતો પત્રક (પરિશિષ્ટ – 5)
  • જમીનની વિગત દર્શાવતો પત્રક (પરિશિષ્ટ – 6)
  • અરજદારનો જવાબ (પરિશિષ્ટ – 7)
  • પંચનામું (પરિશિષ્ટ – 8)

આવકનો દાખલો ફોર્મ PDF 2025

ફોર્મમાં આપેલ પરિશિષ્ટની સમજૂતી

  • પરિશિષ્ટ-૨; આમાં તમારે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ હશે જે તમારી જોડે હોય તો હા/ના માં જવાબ લખવાનો છે.
  • પરિશિષ્ટ-3 : આમાં તમારે આધાર કાર્ડ મુજબ નામ, સરનામું , મોબાઈલ નંબર ,આધાર કાર્ડ નંબર , દાખલો કાઢવાનો હેતુ, વ્યવસાય , કુટુંબના સભ્યોની સંખ્યા, દુધ ઉત્પાદન આવક વગેરે દર્શવાનું છે.
  • પરિશિષ્ટ-૪; માં તમારે રેશન કાર્ડ મુજબ દરેક સભ્યોની માહિતી લખવાની છે. ( જો તમે રેશન કાર્ડની નકલ આપેલ હોય તો માહિતી ભરવાની જરૂર નથી )
  • પરિશિષ્ટ-૫: દૂધ મંડળીનો દાખલો ( જેમાં તમે દૂધ મંડળીના સેક્રેટરીશ્રીની સહી સિક્કા આ ફોર્મ માં કરાવી શકો છો. જો તમે દૂધ મંડળીનો દાખલો આપેલ હોય તો માહિતી ભરવાની જરૂર નથી )
  • પરિશિષ્ટ-૬: જેમાં જમીનના ઉતારાની વિગતો આપવાની છે. ( જો તમે ઉતારા આપેલ હોય તો માહિતી ભરવાની જરૂર નથી )
  • પરિશિષ્ટ-૭: આમાં તમારે પંચાયતમાં તલાટી કમ મંત્રી સામે રૂબરૂ જવાબ લખવાનો હોય છે.
  • પરિશિષ્ટ-૮: પંચનામું કરવાનું રહશે જેમાં તમારે ગામના કે નજીકના ૩ વ્યક્તીના આધાર કાર્ડ સાથે પંચનામમાં સહી કરવાની રહશે.

નિષ્કર્ષ:

Income Certificate આપના રોજના જીવનનું મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વ્યક્તિની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર આપે છે અને વિવિધ સરકારી અને ખાનગી યોજનાઓમાં લાભ મેળવવા માટે જરૂરી છે. ગ્રામ પંચાયત કચેરીમાંથી આ દાખલો સરળતાથી મેળવી શકાય છે, આવકના પ્રમાણપત્ર માટેના જરૂરી દસ્તાવેજોની તૈયારી અને યોગ્ય પ્રક્રિયા સાથે તમે આ દાખલો ઝડપથી મેળવી શકો છો. આવકનો દાખલો 3 નાણાકીય વર્ષ સુધી માન્ય હોય છે અને શિષ્યવૃતિ, લોન, જાતિ દાખલા, ક્રિમિલિયર સહિત અનેક સેવાઓમાં ઉપયોગી થાય છે.

Q.1. આવકનો દાખલો કેટલા વર્ષ ચાલે?

– > 3 નાણાકીય વર્ષ (મામલદાર કચેરી કે ગ્રામ પંચાયત) બંને જગ્યાએ ના દાખલા

Q.2. ગુજરાતની કુલ ગ્રામ પંચાયત કેટલી છે

-> 14265 +

Leave a Comment

error: Content is protected !!