કમોસમી વરસાદ પછી ગુજરાત સરકારનું મોટું પગલું: “કૃષિ રાહત પેકેજ – ઓક્ટોબર 2025” પૂર્ણ વિગત
ઓક્ટોબર 2025ના બીજા પખવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ પડ્યો. આ વરસાદે ખરીફ–2025ના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું—કપાસ, મગફળી, તલ, મકાઈ, શાકભાજી, બાગાયતી પાક અસરગ્રસ્ત થયા.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે રાજ્યની ઇતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો—“કૃષિ રાહત પેકેજ – ઓક્ટોબર 2025”.
આ લેખમાં આ પેકેજના તમામ નિયમો, રકમ, દસ્તાવેજો, પાત્રતા, અરજી પ્રક્રિયા સહિતની દરેક માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં આપી છે જેથી દરેક ખેડૂત ભાઈ સરળતાથી સમજી શકે.
કયા જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ લાગુ પડે છે (Krushi Rahat Package 2025 gujarat list)
આ પેકેજ કુલ 33 જિલ્લાઓ અને 251 તાલુકાઓમાં લાગુ પડે છે.
મુખ્ય જિલ્લાઓ:
- અમરેલી, ભાવનગર, ગીર–સોમનાથ
- જૂનાગઢ, બોટાદ, પોરબંદર
- રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર
- સુરેન્દ્રનગર, મોરબી, નવસારી
- સુરત, વલસાડ, તાપી
- ડાંગ, ભરૂચ, નર્મદા
- છોટાઉદેપુર, વડોદરા, દાહોદ
- પંચમહાલ, મહિસાગર
- અમદાવાદ, ખેડા, આણંદ
- ગાંધીનગર, મહેસાણા
- સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા
- કચ્છ અને વાવ–થરાદ
કુલ: 251 તાલુકા પાત્ર
ખેડૂતોને કેટલી સહાય મળશે? (Krushi Rahat Package 2025)
ખેડૂતના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલ હશે તો તેમને નીચે મુજબ સહાય મળશે:
પ્રતિ હેક્ટર મહત્તમ સહાય: ₹22,000
મહત્તમ મર્યાદા: 2 હેક્ટર સુધી
પાક પ્રમાણે મળતી સહાય: Gujarat Krushi Sahay Package 2025
| પાકનો પ્રકાર | SDRF | રાજ્ય બજેટ | કુલ સહાય |
|---|---|---|---|
| બિનપિયત પાક | ₹8,500 | ₹13,500 | ₹22,000 |
| પિયત પાક | ₹17,000 | ₹5,000 | ₹22,000 |
| બહુવર્ષાયુ પાક | – | ₹22,000 | ₹22,000 |
સહાય અંગે ખાસ મુદ્દા:
- સહાય ગામ નમૂના 8-અ મુજબ મળશે
- સહાય એક આધાર નંબર દીઠ માત્ર એક વખત
- સંયુક્ત ખાતામાં એક જ લાભાર્થી
- ઓછામાં ઓછું ₹5,000 ફરજિયાત
જરૂરી દસ્તાવેજો:
- ગામ નમૂનો 8-અ / 7-12
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- બેંક પાસબુક (IFSC સાથે)
- સંયુક્ત ખાતેદારોની સંમતિ (જો ખાતું સંયુક્ત હોય તો)
- પાક વાવેતરનો દાખલો
- રેવન્યુ રેકોર્ડ મુજબ ખાતેદાર અરજી તારીખે તે જ હોવો જોઈએ
Read More:- પાક વાવેતરનો દાખલો PDF
ખેડૂતની પાત્રતા (Eligibility Criteria)
તમને આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે નીચેની શરતો ફરજિયાત છે:
- પાકનું નુકસાન 33% થી વધુ હોવું
- ખેડૂત ખરીફ–2025માં વાવેતર કરેલું હોવું જોઈએ
- ગામ નમૂનો 8-અ / 7-12 ફરજિયાત
- અરજદાર અરજી તારીખે જમીનનો ખાતેદાર હોવો
- એક ખેડૂતને એક જ ખાતા પર સહાય
- સંયુક્ત ખાતામાં NOC ફરજિયાત
- FRA (વન અધિકારપત્ર) ધરાવતા ખેડૂત લાયક
- વારસદારોને સહાય મેળવા માટે પેઢીનામું + સંમતિ
અરજી કેવી રીતે કરવી? – સંપૂર્ણ પ્રક્રિયા
અરજી કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર e-Gram VCE/VLE મારફત ભરવાની છે.
Step 1:
ખેડૂત e-Gram સેન્ટર પર જરૂરી દસ્તાવેજો લઈ જાય.
Step 2:
VCE/VLE દ્વારા Krishi Sahay Package (KSP) પોર્ટલ પર ઓનલાઈન અરજી ભરાય.
Step 3:
અરજીની પ્રિન્ટ લઈ ખેડૂત અને VCE બંને સહી કરે.
Step 4:
અરજી ગ્રામસેવકને સોંપાય.
Step 5:
ગ્રામસેવક જમીન / પાક વાસ્તવિકતા તપાસીને ઓનલાઈન ફોરવર્ડ કરે.
Step 6:
તાલુકા વિકાસ અધિકારી (TDO) અરજી ચકાસીને જિલ્લાને મોકલે.
Step 7:
જિલ્લા કૃષિ અધિકારી PFMS પર ડેટા વેરિફાય કરે.
Step 8:
જિલ્લા હિસાબી અધિકારી DBT મારફતે સીધી સહાય ખેડૂતના ખાતામાં મોકલે.
સહાય ક્યારે મળશે?
અરજી વેરિફાય થયાના બાદ સહાય DBT / RTGS દ્વારા સીધી બેંક ખાતામાં જમા થશે.
- PFMS Reject થાય તો → સુધારણા પછી ફરી મોકલાશે
- બે વાર DBT નિષ્ફળ જાય → RTGS/NEFT થી ચુકવણી
મહત્વપૂર્ણ સૂચનાઓ
- સહાય એકજ ખાતા પર
- એક આધાર નંબર → એક સહાય
- બે હેક્ટરથી વધુ વિસ્તાર પર સહાય નહીં
- અગાઉ કોઈ અન્ય પેકેજની સહાય લીધી હોય તો આ સહાય નહીં
- દસ્તાવેજો સાચા હોવા જોઈએ
મને 25% નુકસાન છે, શું મને સહાય મળશે?
નહીં. 33% કે તેથી વધુ નુકસાન ફરજિયાત છે.
સંયુક્ત ખાતામાં સૌને સહાય મળશે?
નહીં. માત્ર એકને, બાકી ખાતેદારોએ NOC આપવી.
પેઢીનામું વગર વારસદાર અરજી કરી શકે?
નહીં. પેઢીનામું + સંમતિ ફરજિયાત