પ્રધાનમંત્રી આવાસ યોજના: AwaasPlus2024

પ્રધાનમંત્રી આવાસ યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના: ની શરૂઆત ૨૫ -૦૬-૨૦૧૫માં પ્રધાન મંત્રી દ્ધારા ત્રણ અન્ય યોજના સહીત આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ ” બધા માટે ઘર ” આવો રાખવામાં આવ્યો હતો . આ યોજનાથી ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા 6/4 એ રીતે ફંડ ફાળવણી હોય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના: સામાન્ય માહિતી:

યોજનામુખ્ય ઘટકવિગતો
PMAY-G (ગ્રામીણ)ધ્યેય2024 સુધી ગ્રામીણ વિસ્તારોમાં પક્કા ઘરો સુવિધાઓ પૂરી પાડવી.
લાભાર્થીSECC-2011 અનુસાર ગરીબી રેખા નીચેના પરિવારો માટે
આર્થિક સહાય₹1.20 લાખ
₹1.30 લાખ
કેન્દ્ર-રાજ્ય ફંડ ફાળવણી: 6:4

PMAY ડોક્યુમેન્ટ:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનો દાખલો
  • બેંક પાસબુકની નકલ
  • જાતિનું પ્રમાણપત્ર (SC/ST/OBC માટે)
  • જમીનના દસ્તાવેજ ( 7,12,8અ)
  • ઘર વેરાની પહોચ અને આકરણી

પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન :AwaasPlus2024

સ્ટેપ ૧. પ્રથમ તમે AwaasPlus2024 અને આધાર ફેસ આઈડી Aadhaar Face RD નીચે આપેલ લિંક થી ડાઉનલોડ કરો

  • સૌ પ્રથમ તમારી ભાષા પસંદ કરો.
  • એપ દ્વારા માગવામાં આવેલી દરેક પરમિશન આપો.
  • સેલ્ફ સર્વે પર ક્લિક કરો
  • ત્યાર બાદ આધાર કાર્ડ નંબર દાખલ કરી Authenticate પર ક્લિક કરો
  • હવે Aadhaar Face RD ખુલશે તેમાં તમે પરમિશન આપીને કેમેરો ખોલસે તેમાં તમે ફેસ ઓથેંટીકેશન કરો
  • ફેસ ઓથેંટીકેશન E kyc Successful નો ટેબ જોવા મળશે જેમાં તમે તમારા આધાર કાર્ડની માહિતી જોઈ શકશો.
  • ઓકેના ઓપ્શન પર ક્લિક કરી 4 અંક નો પિન સેટ કરો
  • ત્યાર બાદ પિન દાખલ કરીને લોગીન થાઓ.
  • હવે તમારું લોકેશન સિલેક્ટ કરો (રાજ્ય, જિલ્લો , તાલુકો, પંચાયત અને ગામ) પછી પ્રોસેસ પર ક્લિક કરો.
  • હવે તમે હોમે પેજ જોવા મળશે. જેમાં ઉપરની બાજુમાં તમારું નામ , ગામ , અને તાલુકો જોવા મળશે.
  • હોમે પેજ પર તમેન 4 ઓપ્શન જોવા મળશે. સર્વેક્ષણમાં ઉમેરો કરો/ સંપાદિત કરો , સેવ કરેલ સર્વેક્ષણ ડેટા અપલોડ કરો, પાવર બીઆઈ ડેશબોર્ડ , ઈ- ટિકિટિંગ
  • સર્વેક્ષણમાં ઉમેરો કરો/ સંપાદિત કરો ક્લિક કરો
  • ત્યાર બાદ તમારે ઘરના વડાની માહિતી એડ કરો. જેવી કે વાડાનું નામ (આધાર કાર્ડ મુજબ અંગ્રેજીમાં) , આધાર કાર્ડ નંબર , જોબ કાર્ડ નંબર , લિંગ , જાતી ,ઉંમર , વૈવાહિક સ્થિતિ , પિતા/ પતિનું નામ, મોબાઈલ નંબર , સાક્ષરતા , વ્યવસાય , પરિવારના સભ્યોની સંખ્યા , દિવ્યાંગ હોય તો હા કે ના, પરિવારમાં ગંભીર બીમારી ધરાવતા સભ્ય હોય તો બિમારીનું નામ, વાર્ષિક પરિવારની આવક દાખલ કરો. દરેક માહિતી ડોકયુમેંટ મુજબ હોવી જોઈએ.
  • બધી માહિતી ભર્યા બાદ સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર પરિવારના દરેક સભ્યની માહિતી ભરો.
  • જેવી કે નામ (આધાર કાર્ડ મુજબ અંગ્રેજીમાં) , આધાર કાર્ડ નંબર ,લિંગ , કુટુંબાના વડા સાથે સબંધ ,ઉંમર, વૈવાહિક સ્થિતિ , મોબાઈલ નંબર , સાક્ષરતા , વ્યવસાય , વિકલાંગ હોય તો હા કે ના આ માહિતી પરિવારના દરેક સભ્યની ભરવાની રહશે(રેશન કાર્ડ,આધાર કાર્ડ મુજબ).
  • ઉપરની દરેક સભ્યની માહિતી ભર્યા બાદ સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  • હવે નવું ટેબ ખુલશે જેમાં તમારે બધા સભ્યોના નામ જોવા મળશે. તેમાં બધા સભ્યો માથી તમારે લાભાર્થી પસંદ કરવાનો રહશે.
  • લાભાર્થી પસંદ કર્યા બાદ આગળ વધો પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારે લાભાર્થીની બેંક ખાતાની વિગત ભરો. બેંક કે પોસ્ટ ઓફિસનું નામ , બેંક શાખા , બેંક ખાતા નંબર, બેંક ખાતા મુજબ લાભાર્થીનું નામ સંપૂર્ણ માહિતી કાળજી પૂરક ભરો અને સબમિટ કરો.
  • ત્યાર બાદ નીચે આવાસ સંબંધિત પ્રશ્નો નો જવાબ આપો
    • સર્વે કરવામાં આવેલા ઘરના માલિકી હક – માલિકીનું , ભાડે
    • દીવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી – પાકું / કાચું
    • છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી – પાકું / કાચું
    • ઓરડાની સંખ્યા
    • સૌંચાલયની સુવિધા – હા / ના
    • ઘરની આવકનો સ્ત્રોત –
    • ત્રણ ચાર પૈડાવાળું વાહન – હા / ના
    • બે / ત્રણ પૈડાવાળું વાહન- હા / ના
    • કોઈ સભ્ય પાસે કિસાન ક્રેડિટ કાર્ડ – હા / ના
    • સરકારી કર્મચારી હોય તેવો કોઈ સભ્ય – હા / ના
    • કોઈ સભ્ય સરકારમાં નોધાયેલ બિન – કૃષિ સાહસોની માલિકી ધરાવે છે. – હા / ના
    • દર મહિને ૧૫૦૦૦ હજાર થી વધુ કમાતા કોઈ પણ સભ્ય – હા / ના
    • આવક વેરો ભરતો કોઈ સભ્ય – હા / ના
    • વ્યવસાય કાર ચૂકવતો કોઈ પણ સભ્ય – હા / ના
    • ૨.૫ એકર અથવા તેથી વધુ સિંચાઈ વાળી જમીનની માલિકી -હા / ના
    • ૫ એકર અથવા તેથી વધુ બિન- પિયત જમીનની માલિકી – હા / ના
    • આશ્રય વિનાનું ઘર – હા / ના
    • નિરાધાર / ભિક્ષા પર જીવે છે – હા / ના
    • હાથથી સફાઈ કરતાં કામદારો – હા / ના
    • આદિમ જૂથો – હા / ના
    • કાયદેસર રીતે મુક્ત કરવામાં આવેલા વેઠિયા મજૂર – હા / ના
    • શું તમારું ઘર બનાવવા માટે જમીન છે ? – હા / ના
    • શું તમારો પરિવાર પ્રથમ વખત આવાસ યોજનાનો લાભ લઈ રહ્યું છે ? – હા / ના
  • ઉપર ના દરેક પ્રશ્નોનો સાચો જવાબ આપો. અને સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  • હવે જૂના ઘરની ૩ ફોટા લો અને નીચે રીમાર્ક માં કઈક લખો . ( તમારા મોબાઈલનું લોકેશન ચાલુ રાખવું ) અને સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરો.
  • હવે ખાલી સ્થળની ૩ ફોટા લો અને નીચે રીમાર્ક માં કઈક લખો . (જે જગ્યા એ આવાસ બનવાનું હોય તે જગ્યા)
  • ત્યાર બાદ લાભાર્થી કડિયાકામની તાલીમમાં નોધણી કરાવવા માંગતા હોય તો હા / ના પર ક્લિક કરો
  • હવે છેલ્લે તમે ભરેલી માહિતી બહુજ કાળજી પૂર્વક ચકાસણી કરો. સબમિટ કર્યા પછી તમે નઈ સુધારી શકો.
  • સબમિટ કરો. ત્યાર પછી તમે હોમ પેજ પર આવી જશો. ત્યાં તમે સેવ કરેલ સર્વેક્ષણ ડેટા અપલોડ કરો પર ક્લિક કરો.
  • હવે તમે આધાર વેરિફાઇ કરી ઉપલોડ ડેટા પર ક્લિક કરશો ત્યારે તમારે Successful થઈ જશે.
  • આ રીતે તમે આવાસ પ્લસ એપ એપ્લિકેશન થકી તમે પોતાની જાતેજ ઓનલાઈન લાભ લઈ શકશો.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર:

ગ્રામ પંચાયત તલાટી-કમ-મંત્રીશ્રી, સંબધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી ની કચેરીમાં સંપર્ક કરવાનો સહશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લિસ્ટ: List

Q.1.પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ કેવી રીતે ભરવું?

આવાસ પ્લસ એપ્લિકેશન / ગ્રામ પંચાયત તલાટી-કમ-મંત્રીશ્રી દ્વારા

Q.2.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું કદ કેટલા ચોરસ મીટર કરવામાં આવ્યું છે?

ગ્રામીણ વિસ્તારમાં ૨૫ ચો.મી ઓછામાં ઓછી, શહેરી વિસ્તારમાં ૩૦ ચો.મી ઓછામાં ઓછી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top