પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm Kisan) આ યોજના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્ધારા ખેડૂતો માટે ઘણી બધી યોજનામાંથી આ એક યોજના છે જે નાના અને સીમાંત ખેડુતોને આર્થિક સહાય આપે છે .
Table of Contents
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PmKisan)વીગતો:
| મુદ્દા | વિગતો |
|---|---|
| શરુઆત | 24 ફેબ્રુઆરી 2019 |
| લક્ષ્ય | નાના અને સીમાંત ખેડૂત પરિવારોને નાણાકીય સહાયતા માટે |
| લાભ | દર વર્ષે ₹6,000 સહાય, ત્રણ હપ્તાઓમાં (₹2,000) સીધા બેંક એકાઉન્ટમાં DBT મારફત જમા થશે. |
| લાભાર્થીઓ | પાત્ર ખેડૂત પરિવાર (પરિવારમા ફક્ત એક્જ પતિ કે પત્નિ) |
| રજીસ્ટ્રેશન | PM-KISAN પોર્ટલ દ્વારા |
| યોગ્યતા | 18 વર્ષથી વધુ ઉંમરના, ખેડૂત ભારતીય નાગરીક અને |
| 2 હેકટરથી ઓછું જમીન ધરાવતા ખેડૂત | |
| અયોગ્યતા | કરદાતાઓ, બિન ખેડુતો, મંત્રીઓ, રાજ્ય અને કેંદ્ર સરકારના કર્મચારિઓ, અધિકારીઓ, વગેરે. |
ખેડૂત સહાય યોજના 2000 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:
New Farmer Registration Process
- PM Kisan પોર્ટલ પર જાઓ.
- New Farmer Registration ક્લિક કરો
- Select Farmer Type
- Rural Farmer (ગામડાના વિસ્તાર માટે) અથવા Urban Farmer(શહેરી વિસ્તાર માટે) સીલેક્ટ કરો.
- ત્યાર બાદ આધાર કાર્ડ અને મોબાઇલ નંબર નાખો . હવે પછી તમને બે ઓટીપી આવશે એ દાખલ કરો
- ત્યાર પછી નવુ પેજ ખુલશે
- Enter Farmer Details
- જેમા તમારે રેશન કાર્ડ, જાતી ,Land Registration ID, ૭/૧૨ અને ૮અ ની વિગતો દાખલ કરવાની સહશે
- ત્યાર બાદ તમે ૮અ ની PDF ઉપલોડ કરી સબમીટ કરવાનુ રહશે.
નવીન અરજી કરવા માટે જરુરી ડોક્યુમેન્ટ:
| ક્રમ | દસ્તાવેજનું નામ | વિગતો |
|---|---|---|
| 1 | ૭, ૧૨ અને ૮અ ના ઉતારાની નકલ | જમીનના માલિકી ઉતારા (Land Ownership Documents) ની નકલ. |
| 2 | અરજદારનું આધાર કાર્ડ નકલ | અરજદારનું આધાર કાર્ડ (Aadhaar Card) ની નકલ. |
| 3 | અરજદારની પત્ની કે પતીનું આધાર કાર્ડની નકલ | પત્ની કે પતીનું આધાર કાર્ડની નકલ (જો અરજદાર પરિણીત હોય). |
| 4 | અરજદારની બેંક પાસબુકની નકલ | બેંક ખાતાની વિગતો (ખાતા નંબર, IFSC કોડ, બેંકનું નામ) ની નકલ. |
| 5 | પિતા કે પતીનો મરણ પ્રમાણપત્રની નકલ | જો પિતા કે પતીનું મૃત્યુ થયેલ હોય, તો મરણ પ્રમાણપત્ર (Death Certificate). |
| 6 | પતી કે પિતાનું આધાર કાર્ડની નકલ | જો મૃત્યુ ૨૦૧૯ પછી થયેલ હોય, તો મૃત વ્યક્તિનું આધાર કાર્ડની નકલ. |
| 7 | હક્ક પત્રકની નકલ (નંબર ૬) | જમીનના હક્ક પત્રક (Land Rights Record) ની નકલ.(વારસાઈ) |
| 8 | મોબાઈલ નંબર | અરજદારનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોવો જોઈએ. |
ત્યાર બાદ તલાટી કમ મંત્રી શ્રી નો અરજી ફોર્મ માં સહી સિક્કા સાથે નજીકની કચેરીએ આપવાનુ રહશે.
પીએમ કિસાન સન્માન નિધિમાં 3 પ્રકારની E-KYC કરવી જરૂરી છે.
- આધાર કાર્ડ સાથે E KYC:
- PM-KISAN યોજનામાં આધાર કાર્ડ (Aadhaar Card) KYC માટે મુખ્ય દસ્તાવેજ છે.
- ખેડૂતનું આધાર કાર્ડ PM-KISAN પોર્ટલ સાથે લિંક કરવું ફરજીયાત છે. (pm Kisan E KYC)
- બેંક ખાતા સાથે આધાર કાર્ડની લિંકિંગ:
- ખેડૂતનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોવું જોઈએ.
- આ લિંકિંગ દ્વારા લાભ સીધો ખાતામાં જમા થાય છે આધાર સિડિંગ (Direct Benefit Transfer – DBT).
- આધાર સાથે બેંક ખાતુ લિંક કરાવવા તમારે બેંકની મુલાકાત લેવી.
- ખેડૂત રજીસ્ટ્રેશન (Farmer Registration) કરાવવી:
- ખેડૂત રજીસ્ટ્રેશન માટે તમારી સાથે જરુરી દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડ, ૭/૧૨ અને ૮અ ની નકલ અને મોબાઈલ સથે લઈને જવો.
KYC કરાવવા પોતાની પંચાયત કે નજીકના CSC (Common Service Centers)સેન્ટર ની મુલાકાત લેવી.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pm Kisan) એપ્લીકેશન.
- ખેડૂતો એપ્લીકેશન દ્વારા PM-KISAN યોજનામાં નવી અરજી કરી શકે છે.(pm kisan App)
- અરજીની સ્થિતિ (Application Status) ચેક કરી શકાય છે.
- લાભાર્થી તરીકે નોંધાયેલ છે કે નહીં તે ચકાસી શકાય છે.
- લાભની રકમ ખાતામાં જમા થઈ છે કે નહીં કેટલા હપ્તા મળ્યા એ ચેક કરી શકાય છે.
- ખેડૂતો તેમની વિગતો જેમ કે બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર અપડેટ કરી શકે છે.
- Pm Kisan ની KYC , Land Seed પણ બેંક ખાતા સાથે આધાર કાર્ડની લિંકિંગ પણ ચકાસી શકાય છે.
PM-KISAN હપ્તાની યાદી:
| હપ્તો | તારીખ | રકમ |
| 1 Installment | 24-02-2019 | ₹2,000 |
| 2. Installment | 02-05-2019 | ₹2,000 |
| 3 . Installment | 01-11-2019 | ₹2,000 |
| 4 . Installment | 04-04-2020 | ₹2,000 |
| 5. Installment | 25-06-2020 | ₹2,000 |
| 6. Installment | 09-08-2020 | ₹2,000 |
| 7 . Installment | 25-12-2020 | ₹2,000 |
| 8. Installment | 14-05-2021 | ₹2,000 |
| 9 . Installment | 10-08-2021 | ₹2,000 |
| 10. Installment | 01-01-2022 | ₹2,000 |
| 11. Installment | 01-06-2022 | ₹2,000 |
| 12. Installment | 17-10-2022 | ₹2,000 |
| 13 . Installment | 27-02-2023 | ₹2,000 |
| 14 . Installment | 27-07-2023 | ₹2,000 |
| 15. Installment | 15-11-2023 | ₹2,000 |
| 16 . Installment | 28-02-2024 | ₹2,000 |
| 17. Installment | 18-06-2024 | ₹2,000 |
| 18. Installment | 05-10-2024 | ₹2,000 |
| 19.Installment | 00-02-2024 | ₹2,000 |
PM Kisan New Farmer Registration Form pdf.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના pdf
PM-KISAN હેલ્પલાઇન નંબર:
- હેલ્પલાઇન નંબર: 011-24300606
- ઇમેઇલ: pmkisan-ict@gov.in
- ટોલ-ફ્રી નંબર: 1800-115-526
- હેલ્પલાઇન નંબર: 155261
- લેન્ડલાઇન નંબર નંબર: 011-23381092, 011-23382401
- વૈકલ્પિક હેલ્પલાઇન: 0120-6025109
Q.1.પી એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000 /- ના વર્ષ કેટલા હપ્તા મળે છે?
-> 4 હપ્તા પડે 2000 હજારના વર્ષના ( 3 મહિનાની ગેપમાં )
Q.2.પી એમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ૧૯ મો હપ્તો 2025માં કઈ તારીખે પડશે.
– ૨૫ ફ્રેબ્રુઆરી ૨૦૨૫