Ration Card Mobile Number Registration Gujarat: જો તમે ગુજરાત સરકારના રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો, તો મેરા રાશન 2.0 એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા સરળ અને ઝડપી છે. મોબાઈલ નંબર લિંક કરવાથી તમે રેશન ડિટેઈલ્સ, ઓટીપી, અપડેટ્સ અને સરકારી સૂચનાઓ સીધા તમારા ફોન પર પ્રાપ્ત કરી શકશો. અહીં તમારા માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ આપવામાં આવી છે
APL, BPL, અંત્યોદય દરેક રેશનકાર્ડ ધારકો માટે જરૂરી છે
Ration Card Mobile Number Registration Gujarat Steps
Step 1: મેરા રાશન 2.0 એપ્લિકેશન ડાઉનલોડ કરો
- સૌપ્રથમ, તમારા સ્માર્ટફોનમાં Google Play Store ખોલો.
- સર્ચ બારમાં “Mera Ration 2.0” ટાઇપ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ, તેને ખોલો અને “અગાઉથી એકાઉન્ટ છે? અથવા નવું એકાઉન્ટ બનાવો “ પર ક્લિક કરો.
Step 2: OTP સાથે લોગિન કરો
- તમારો રેશન કાર્ડ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરો.
- “OTP મેળવો” વિકલ્પ પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6-અંકનો OTP મળશે.
- OTP એપ્લિકેશનમાં દાખલ કરી “વેરિફાઇ” બટન પર ક્લિક કરો.
Step 3: Pending Mobile Update પર ક્લિક કરો
- સફળ લોગિન પછી, હોમ પેજ પર “Pending Mobile Update” નો વિકલ્પ દેખાશે. આ પર ક્લિક કરો.
- નવી સ્ક્રીન પર “View” બટન દેખાશે. તેને સિલેક્ટ કરો.
Step 4: મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP વેરિફાઇ કરો
- હવે તમારી સામે એક ફોર્મ ખુલશે. અહીં નવો મોબાઈલ નંબર દાખલ કરો (જે તમે રેશન કાર્ડ સાથે લિંક કરવા માંગો છો).
- “સબમિટ” બટન પર ક્લિક કરો.
- તમારા નવા મોબાઈલ નંબર પર OTP મળશે. તેને ફોર્મમાં દાખલ કરી “વેરિફાઇ અને સબમિટ” પર ક્લિક કરો.
Step 5: કન્ફર્મેશન અને સફળતા
- OTP વેરિફાઇ થયા બાદ, સ્ક્રીન પર “મોબાઈલ નંબર સફળતાપૂર્વક લિંક થયો” નો મેસેજ દેખાશે.
- તમે તમારા રેશન કાર્ડની વિગતો “My Ration” સેક્શનમાં જોઈ શકો છો.
Ration Card Mobile Number Benefits
- સરકારી યોજનાઓની જાણકારી – મોબાઇલ નંબર જોડાતા સરકારે આપેલ નવી યોજનાઓ અને સબસિડી સંબંધિત માહિતી સમયસર મળી રહે.
- OTP દ્વારા e-KYC – રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે e-KYC પ્રક્રિયા સરળ બને છે.
- મફત અનાજ અને સબસિડીની માહિતી – સરકારી અનાજ દુકાન પર અનાજ લેવા માટે અને સબસિડી સંબંધિત અપડેટ્સ મળવા માટે જરૂરી છે.
- ઓનલાઇન સેવાઓ સરળ બને – રેશન કાર્ડ સંબંધિત ફેરફારો, નામ ઉમેરવા-કાઢવા જેવી પ્રક્રિયાઓ મોબાઇલ OTP દ્વારા સરળતાથી થાય.
- પ્રમાણિત માહિતી અને છેતરપિંડી નિવારણ – મોબાઇલ નંબર લિંક થવાથી જથ્થા વિતરણમાં પારદર્શિતા રહે છે અને છેતરપિંડી રોકી શકાય.
મેરા રાશન 2.0 એપ્લિકેશન દ્વારા રેશન કાર્ડ મોબાઈલ લિંક કરવો એ ફક્ત 5 મિનિટનો સરળ પ્રોસેસ છે. આ ગાઇડ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ (મેરા રાશન 2.0 ) પર તમારી માહિતી અપડેટ કરવામાં મદદ કરશે.
Important Link
Mera Ration application | Click Here |