
ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ માટેની લોન યોજના એ ઠાકોર અથવા કોળી જાતિના ઠાકોર કોળી સમાજ લોન વિદ્યાર્થીઓ માટે છે, જે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે નાણાકીય સહાય મેળવવા ઈચ્છે છે. આ યોજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એક સારો મોકો પ્રદાન કરે છે.
ઠાકોર કોળી સમાજ લોન 2025 વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન

- પ્રથમ તમે Gujarat Thakor and Koli Vikas Nigam સત્તાવર પોર્ટલ પર જાઓ
- EDUCATIONAL LOAN SCHEME (2024-25) પર Apply Now પર ક્લિક કરો.
- SCHEME પસંદ કરો અને લોનની જરૂરિયાત અંકમાં લખો
અરજદારની માહિતી માટેની ટેબલ નીચે મુજબ હશે:
માહિતીનું નામ |
---|
આધાર નંબર |
રેશનકાર્ડ નંબર |
મતદાર ઓળખ નંબર |
અરજદારનું પૂરેપૂરું નામ |
અરજદારના માતા/પિતા/વાલીનું નામ |
જીલ્લો |
તાલુકો |
ગામનું નામ |
પિન કોડ |
લેન્ડલાઈન નંબર (જો હોય તો) |
અરજદારનો પોતાનો મોબાઈલ નંબર |
અરજદારના વાલીનો મોબાઈલ નંબર |
ઇ-મેલ |
આવકના દાખલાનો નંબર |
આવકના દાખલો કઢાવ્યા તારીખ |
આવકનો દાખલો આપનાર અધિકારીનું નામ |
કુટુંબની કુલ વાર્ષિક આવક (રૂ.) |
જન્મ તારીખ |
અરજદારની જાતિ: Thakor – Thakor , Patanvadiya , Dharada , Baraiya , Bariya , Thakor Hindu Koli– Divecha Koli , Ghediya Koli , Bariya Koli , Tadpada Koli , Lodha Koli , Koli Hindu |
અરજદાર દિવ્યાંગ છે (જો હા, તો વિગતો લખવી) |
શૈક્ષણિક લાયકાત માટેની ટેબલ:
શૈક્ષણિક લાયકાત | બોર્ડ/યુનિવર્સિટીનું નામ | મુખ્ય વિષય | શૈક્ષણિક વર્ષ | મેળવેલ ટકા | પરીક્ષા કયા પ્રયત્ને પાસ કરેલ |
---|---|---|---|---|---|
SSC | |||||
HSC | |||||
Diploma Engineering | |||||
Graduation |
➤ ઉમેદવાર તેમની લાયકાત મુજબ સંબંધિત માહિતી ભરી શકે.
➤ જો કોઈ શૈક્ષણિક લાયકાત લાગુ પડતી ન હોય, તો એ ભાગ ખાલી રાખી શકાય.
યુનિવર્સીટી અને અભ્યાસક્રમ સંબંધિત માહિતી માટેની ટેબલ:
માહિતીનું નામ | વિગત |
---|---|
પ્રવેશ મેળવેલ કોલેજનું નામ | |
કોલેજ સંલગ્ન યુનિવર્સીટીનું નામ | |
અભ્યાસક્રમનું નામ | Medical, Dental, B. Physiotherapy, B. Optometry, B.A.M.S./B.S.A.M., B.H.M.S, B.E. (Mech, Ele, Civil, IT, Aero, Auto, Agri, Instru.Control, Mining, Chemical, Electro.Communication, Archi), B.Pharm./M.Pharm., C.A., M.Sc. (Bio-Tech.), M.Sc. (I.T.), M.B.A., M.C.A., B.Sc Nursing, G.N.M, A.N.M, MTech, Post Basic Post Nursing |
એનરોલ્મેન્ટ નંબર | |
સંસ્થાનું સરનામું | |
સંસ્થાની વેબસાઈટ | |
અભ્યાસક્રમની મુદત | |
પ્રવેશ મેળવ્યાની તારીખ | |
કોર્ષ/સંસ્થાને માન્યતા કોણે આપી? (આધાર રજુ કરવો.) | |
સરકાર દ્વારા નિયત પ્રવેશ મારફતે એડમિશન મેળવેલ છે | હા / ના |
હોસ્ટેલમાં રહેતા હોય તો વિગતો
- હોસ્ટેલનું નામ
- હોસ્ટેલનું સરનામું
- હોસ્ટેલનો સંપર્ક નંબર
લોનની જરૂરિયાત સંબંધિત માહિતી માટેની ટેબલ:
માહિતીનું નામ |
---|
એડમીશન ફી (સમગ્ર અભ્યાસક્રમ) |
ટ્યુશન ફી (સમગ્ર અભ્યાસક્રમ) (ટ્યુશન ફીની વિગતો સંસ્થાના લેટરપેડ પર રજુ કરવી.) |
પરિક્ષા ફી |
છાત્રાલય ફી (રહેવા-જમવાનો ખર્ચ) (સમગ્ર અભ્યાસક્રમ) |
અન્ય ફી |
કુલ જરૂરિયાત |
તારણમાં આપેલ ભૌતિક સંપત્તિની વિગતો (જમીન, મકાન, સરકારી સંપત્તિ, એન.સી.સી., એલ.આઇ.સી., કે.વી.પી. વગેરે) |
બેન્ક ખાતા સંબંધિત માહિતી માટેની ટેબલ:
માહિતીનું નામ |
---|
Bank Account No. (ખાતાનો નંબર) |
Bank Name (બેન્કનું નામ) |
Branch Name (શાખાનું નામ) |
Name as per A/C (ખાતા મુજબ ફોર્મ ભરનારનું નામ) |
Bank Account Type (ખાતાનો પ્રકાર: બચત ખાતું/ચાલુ ખાતું) |
MICR Code (બેન્કનો MICR કોડ) |
IFSC Code (બેન્કનો IFSC કોડ) |
ઉપરની દરેક માહિતી સાચી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખી Submit પર ક્લિક કરો. ત્યારે તમને Confirmation Number મળશે જે સાચવી રાખવો.
- હવે તમે ઉપર ટોચ પર Upload Photo પર ક્લિક કરી.જેમાં Scheme,Conformation No, BirthDate , કેપ્ચા કોડ ભરીને Submit પર ક્લિક કરો.
- ફોટો અને સહી ની સાઈઝ 15KB થી 3 MB સુધીના અપલોડ કરી Save Photo And Signature પર ક્લિક કરો.
- Upload Document પર ક્લીક કરી જરૂરી દસ્તાવેજો PDF ફોર્મેટમાં ઉપલોડ કરવા.
- હવે તમે Confirm Application પર ક્લિક કરી દરેક વિગતો ચકાસી લેવી. જો ભૂલ હોય તો Edit પર જઈને સુધારી લેવી. ત્યાર પછી Confirm Apllication પર ક્લિક કરો.
ઠાકોર કોળી સમાજ લોન 2025 ડોક્યુમેન્ટ
- અરજદારનું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- બેન્ક પાસબુક
- અરજદાર જો દિવ્યાંગ અથવા વિધવા હોય તો તેનુ પ્રમાણપત્ર
- અભ્યાસ ને લગતા વળગતા પ્રમાણપત્ર
- અહી ફક્ત મૂળભૂત ડૉક્યુમેન્ટ આપેલા છે. અપલોડ કરતી વખતે ચકાસી લેવા.
લોન મેળવવાની પાત્રતા:
- અરજદાર ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઈએ.
- તા. ૧/૪/૨૦૧૮ થી કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩ લાખ સુધીની હોવી જોઈએ.
- જેમાં રૂ. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે લોનની કુલ રકમના ઓછામાં ઓછા ૫૦% ફાળવવામાં આવશે.
આવરી લેવામાં આવેલ અભ્યાસક્રમ:
- એમ.બી.એ. અથવા તેની સમકક્ષ (AICTE દ્વારા માન્ય અભ્યાસક્રમ)
- એમ.સી.એ. (માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) અથવા સમકક્ષ અભ્યાસક્રમ
- ઇજનેરી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ, જે AICTE / IIT દ્વારા માન્ય હોય
- તબીબી શિક્ષણના સ્નાતક અભ્યાસક્રમ, જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય હોય
- મેનેજમેન્ટ કોટા દ્વારા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે લોન મળવા પાત્ર નથી.
લોનમાં આવરી લેવાતા ખર્ચ:
- પ્રવેશ ફી અને ટ્યુશન ફી
- અભ્યાસ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, સાધનો અને પરીક્ષા ફી
- રહેવા અને જમવાનો ખર્ચ
- વીમા પોલિસીનું પ્રીમિયમ
લોનની મુખ્ય લાક્ષણિકતાઓ:
- લોનની મહત્તમ મર્યાદા રૂ. ૧૫ લાખ સુધી
- વાર્ષિક વ્યાજ દર ૪%, જ્યારે વિદ્યાર્થિનીઓ માટે ૩.૫%
- યુનિટ કોસ્ટના ૯૦% સુધી લોન ઉપલબ્ધ રહેશે, જેમાં ૯૦% કેન્દ્રીય નિગમ, ૫% રાજ્ય સરકાર અને ૫% લાભાર્થી ફાળો
- લોનની ચૂકવણી ૬૦ સરખા માસિક હપ્તાઓમાં થશે
- અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ ૬ માસમાં અથવા નોકરી/વ્યવસાય મળતા જ ચૂકવણી શરૂ કરવી પડશે
important links
Gujarat Thakor and Koli Vikas Nigam Portal | Apply online |
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ | Check |
ઠાકોર કોળી સમાજ લોન 2025 વિદ્યાર્થીઓ માટે યોજના એવા વિદ્યાર્થીઓ માટે એક સારો અવસર છે, જેઓ નાણાકીય પરિસ્થિતિના કારણે ઉચ્ચ અભ્યાસમાં મુશ્કેલી અનુભવતા હોય. સરકારી સહાય સાથે આ યોજના વ્યાજદરની સ્પષ્ટતા અને વળતર પદ્ધતિ સાથે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેથી, લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવી જોઈએ અને તેમની શૈક્ષણિક સપનાઓ સાકાર કરવી જોઈએ.
Q1. ઠાકોર કોળી સમાજ લોન 2025 ક્યાં ઓનલાઇન કરવુ
-> ઠાકોર કોળી સમાજ લોન 2025 ઓનલાઇન https://gtkdconline.gujarat.gov.in પોર્ટલ પર જઈને કરવું