Vavetar No Dakhlo Pdf Download વાવેતરનો દાખલો

Vavetar No Dakhlo(વાવેતરનો દાખલો)
Vavetar No Dakhlo(વાવેતરનો દાખલો)

વાવેતરનો દાખલો (Vavetar No Dakhlo): એ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે જમીનની માલિકી, વાવેતરની વિગતો, અને ખેતી સંબંધિત હક્કો દર્શાવે છે. આ દાખલો ટેકાના ભાવ, સબસિડી, બેંક લોન, અને સરકારી યોજનાઓ (જેમ કે પાક વીમો) માટે જરૂરી છે

ગ્રામ પંચાયતમાં Vavetar No Dakhlo કેવી રીતે કાઢવો?

  • ગ્રામ પંચાયત કચેરી / તલાટી કમ મંત્રી શ્રી ઑફિસમાં સંપર્ક કરો
    • તમારા ગામની ગ્રામ પંચાયત ઑફિસ અથવા તલાટી કમ મંત્રી શ્રી પાસે જાઓ.
    • વાવેતર નો દાખલો મેળવવા માટે અરજી કરો.
  • જરૂરી દસ્તાવેજો તૈયાર કરો
    • જમીનનો 7/12 ઉતારો .
    • માલિકનું આધાર કાર્ડ.
    • જમીનમાં વાવેલ પાકની વિગતો
    • જમીનના સર્વે નંબરની વિગતો.
    • જો જમીન ખરીદી હોય, તો ખરીદીનો દસ્તાવેજ
  • ફોર્મ ભરો અને ફી ભરો
    • તલાટી કમ મંત્રી શ્રી તમને સંબંધિત અરજી ફોર્મ આપશે.
    • ફોર્મમાં જમીનની વિગતો સરવે નંબર , ખાતા નંબર, ગામ, તાલુકો વગેરે ભરો.
    • કયા પાકનું વાવેતર કરેલ છે ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક તે દર્શાવો.
    • કર વેરો ચૂકવો (જો હોય તો).

વાવેતર ના દાખલાના ફાયદા

  • જમીનના માલિકી હક્કની પુષ્ટિ.
  • બેંક લોન અથવા સરકારી યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજ.
  • ખેતી સંબંધિત સબસિડી મેળવવામાં સરળતા.
  • ટેકાના ભાવ, સબસિડી, અને પાક વીમા માટે જરૂરી.

વાવેતર નો દાખલો PDF ડાઉનલોડ

વધુ માહિતી માટે : REVENUE DEPARTMENT GOVERNMENT OF GUJARAT

1 thought on “Vavetar No Dakhlo Pdf Download વાવેતરનો દાખલો”

Leave a Comment

error: Content is protected !!